ગાંધીVSગાંધી: વરૂણ ગાંધીએ ઓક્સફોર્ડ દ્વારા અપાયેલા આમંત્રણને ઠુકરાવ્યું

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ભાજપના સાંસદ વરૂણ ગાંધીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા આમંત્રીત કરવામાં આવ્યા હતા. જો કે વરૂણ ગાંધીએ આ આમંત્રણને ઠુકરાવી દીધું હોવાનો તેમણે દાવો કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીને લખેલા જવાબમાં તેમણે જણઆવ્યું કે, દેશની આંતરિક બાબતોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ઉછાળવાની તમારી મનોવૃતી અયોગ્ય છે. વરૂણ ગાંધીએ યુનિવર્સિટીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સાચા માર્ગે છેકે નહી તે વિષય પર આયોજીત ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા. જો કે વરૂણ ગાંધીએ આ આમંત્રણને ફગાવી દીધું હતું.

વરૂણે કહ્યું કોઇ પણ સમસ્યાનો ઉકેલ સ્થાનિક સ્તરે શક્ય
વરૂણે કહ્યું કે, જીવંત લોકશાહી તેના નાગરિકોને દરેક મુદ્દાઓ સાથે જોડાવાની તક આપે છે. જો કે આતંરરાષ્ટ્રીય મંચ પર સ્થાનિક પડકારોનો સામનો કરવાની કોઇ ક્ષમતા કે પ્રમાણિકતા નથી. આ પ્રકારનું શરમજનક પગલું કઇ રીતે લઇ શકાય કે વિદેશની ધરતી પર જઇને દેશને બદનામ કરવો યોગ્ય નથી. આ દેશનું અપમાન છે. રાજકીય મતભેદો હોઇ શકે પરંતુ તેને દેશના મંચો પર જ રજુ કરવા જોઇએ. હાલમાં ભારત વિકાસ અને સર્વસમાવેશી માર્ગ પર યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે. તેના માટે દેશને કોઇ પણ વિદેશી સંસ્થાના સર્ટિફિકેટની જરૂર નથી.

દેશની આબરૂને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉછાળવી યોગ્ય નહી
સુત્રોના અનુસાર હાલમાંજ સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવનારા વરૂણ ગાંધીએ આમંત્રણને ફગાવી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ઇચ્છતી હતી કે, વરૂણ ગાંધી કે જે ભાજપના નેતા પણ છે તેઓ પણ ભારત પીએમ મોદીના નેતૃત્વમાં સાચા માર્ગ પર છે. આ વિષય પર ભાષણ કરે. જો કે તેમના પિતરાઇ ભાઇ રાહુલ ગાંધી અગાઉ આ જ વિષય પર લંડનની મુલાકાત દરમિયાન તેમની કરેલી ટિપ્પણીના કારણે હાલ વિવાદમાં છે. ભાજપ દ્વારા રાહુલની આ ટિપ્પણીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ કરવા માટેનો પ્રોપેગેંડા ચલાવાઇ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. રાહુલની ટિપ્પણીઓને લોકશાહીનું અપમાન ગણાવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT