બોલિવૂડના જાણીતા એક્ટર અને ફિલ્મ ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન, 67 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - ગુજરાત તક
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

બોલિવૂડના જાણીતા એક્ટર અને ફિલ્મ ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન, 67 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: બોલિવૂડના લોકપ્રિય અભિનેતા અને જાણીતા નિર્દેશક સતીશ કૌશિકનું નિધન થયું છે. તેમના નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. અનુપમ ખેરે લખ્યું કે 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે! ઓમ શાંતિ.

સતીશ કૌશિકે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે લખ્યું કે, સતીશ, તમારા વિના જિંદગી પહેલા જેવી નહીં રહે. ઓમ શાંતિ!

games808

ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી
સતીશ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, હાસ્ય કલાકાર, સ્ક્રિપ્ટ લેખક, દિગ્દર્શક અને નિર્માતા હતા. તેમનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો. બોલિવૂડમાં બ્રેક મળતા પહેલા તેમણે થિયેટરમાં કામ કર્યું હતું. એક ફિલ્મ અભિનેતા તરીકે, સતીશ કૌશિકને 1987ની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડરથી ઓળખ મળી. આ પછી તેમણે 1997માં દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

દિલ્હીથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો
સતીશ કૌશિકે દિલ્હીમાં કર્યો હતો. કિરોડીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી, તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં પ્રવેશ લીધો. તેણે 1983માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 1985માં તેણે શશિ કૌશિક સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી તેમના જીવનમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો. તેમના પુત્રનું 2 વર્ષની વયે અવસાન થયું.

આ રીતે મળ્યો હતો પહેલો રોલ
તેમના જીવનની એક ઘટના શેર કરતા સતીશ કૌશિકે જણાવ્યું હતું કે તેમને ફિલ્મ મંડી માટે કેવી રીતે કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ તેમની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાંની એક હતી. સતીશ કૌશિક પોતાના લુકને કારણે ઘણી ચિંતા કરતા હતા, પરંતુ તેમને શ્યામ બેનેગલની આ ક્લાસિક ફિલ્મમાં કામ મળ્યું. કપિલ શર્મા શોમાં આ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે, તે સમયે મને કિડની સ્ટોન વિશે ખબર પડી હતી. હું એક્સ-રે કરાવીને હોસ્પિટલમાંથી પરત ફરી રહ્યો હતો. પછી મને શ્યામ બેનેગલ જીનો ફોન આવ્યો, તેમણે મારો ફોટો માંગ્યો. મારી પાસે ફોટો નહોતો અને એ પણ ખબર હતી કે ફોટો જોયા પછી કાસ્ટિંગ નહીં થાય. એ વાતાવરણમાં મેં થોડો સુધારો કર્યો. મેં તેમને કહ્યું કે મારી પાસે મારા ફોટોગ્રાફ્સ નથી, પણ મારી પાસે એક્સ-રે રિપોર્ટ છે. હું અંદરથી ખૂબ જ સારી વ્યક્તિ છું. આ સાંભળીને શ્યામજી ખૂબ હસ્યા. તેમણે મને કહ્યું કે, મને ફિલ્મ મંડીમાં કામ મળ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા ‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ 1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન નેહા મલિકે ક્લીવેજને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ 4 વર્ષની બ્રેક બાદ કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો એક્સપીરિયંસ PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ… Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા 30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ Facebook-Instagram પર એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે લાગશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે