કોરોના બાદ H3N2 વાયરસનો કહેર, અત્યાર સુધી દેશમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા - ગુજરાત તક
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

કોરોના બાદ H3N2 વાયરસનો કહેર, અત્યાર સુધી દેશમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા

viruys

નવી દિલ્હી: કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) ફેલાવા લાગ્યો છે. H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે. જોકે, પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. જો કે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે. બીજી તરફ, કર્ણાટકના હાસનમાં H3N2 વાયરસથી એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મૃતક દર્દીની ઓળખ એચ ગૌડા તરીકે થઈ છે. તેઓ 82 વર્ષના હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું. આ પછી તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. 6મી માર્ચે IA રિપોર્ટમાં H3N2ની પુષ્ટિ થઈ છે.

H3N2એ સમગ્ર દેશમાં ચિંતા વધારી
H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ ત્રણ વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું.

games808

આ પણ વાંચો: BJP નેતા અને કચ્છના મહંત યોગી દેવનાથ વિવાદમાં, મહિલા બનીને ફોલોઅર્સ વધાર્યાનો દાવો

પહેલેથી જ બીમાર હોય તેવા લોકોને સાવચેત રહેવાની જરૂર
તેને લઈને મેડિકલ એક્સપર્ટ્સ એલર્ટ મોડમાં આવી ગયા છે. તેઓ પ્રકોપને પહોંચી વળવા માર્ગદર્શિકા અને સૂચનો આપી રહ્યા છે. જ્યાં AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે, જેના દર વર્ષે આ સમયે દર્દીઓ સામે આવે છે. તે એક વાયરસ છે જે સમય જતાં પરિવર્તિત થાય છે. ડૉ. ગુલેરિયા કહે છે કે આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કોવિડની જેમ જ ટીપાં દ્વારા ફેલાય છે. ફક્ત તે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, જેમને પહેલાથી જ આ બીમારી છે. સાવચેતી રૂપે માસ્ક પહેરો, વારંવાર હાથ ધોઓ, શારીરિક અંતર રાખો. જો કે, તેને રોકવા માટે એક રસી પણ ઉપલબ્ધ છે.

H3N2 અને COVID-19 વચ્ચે શું તફાવત છે?
AIIMSના મેડિસિન વિભાગના પ્રોફેસર પીયૂષ રંજન કહે છે કે, કોવિડ નીચલા શ્વસન માર્ગને અસર કરે છે. જ્યારે H3N2 ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે. જેમ કે તાવ, ઉધરસ, શરદી, ગળા, નાક અને આંખોમાં લાંબા સમય સુધી બળતરા. વાસ્તવમાં બંનેના લક્ષણો સમાન છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે જ સમયે, કેટલીક ખાનગી હોસ્પિટલો H3N2 માટે પરીક્ષણ કરી રહી છે, પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે આ પરીક્ષણ બિનજરૂરી અને ખર્ચાળ છે. કારણ કે સરકારી હોસ્પિટલોમાં તેના ટેસ્ટ કરવામાં આવતા નથી. જ્યારે ખાનગી હોસ્પિટલો H3N2 ટેસ્ટ માટે 6000 રૂપિયા સુધી વસૂલી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો