પોલીસ જવાનના શર્ટમાં બોમ્બ નાખીને વિસ્ફોટ કરી દીધો, ભયાનક CCTV રૂંવાડા ઉભા કરી દેશે

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસના વધુ એક CCTV ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે. જો કે હાલ આ સીસીટીવી ખુબ જ ચોંકાવનારો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ગુડ્ડુ મુસ્લિમે બોમ્બ ફેંકીને કોન્સ્ટેબલ રાઘવેન્દ્રની હત્યા કરી નાખી હતી. બોમ્બ બ્લાસ્ટ બાદ કોન્સ્ટેબલ રાઘવેન્દ્ર જમીન પર ઢળી પડે છે. આ સાથે જ આજુબાજુ ભારે નાસભાગ જેવો માહોલ સર્જાય છે. લોકોએ જ્યારે સૈનિકને ઈજાગ્રસ્ત પડેલો જોયો તો તેઓએ ટેકો આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જોઇ શકાય છે.

ઉમેશ પાલ હત્યાકેસનો વધારે એક વીડિયો વાયરલ
ઉમેશ પાલ હત્યા કેસના સંબંધિત આ વીડિયો 24 ફેબ્રુઆરીનો છે. તે જ દિવસે ઉમેશ પાલનું યુપીના પ્રયાગરાજમાં બોમ્બ અને ગોળીઓ વરસાવીને તેની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે અનેક પ્રકારના સીસીટીવી ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. હવે જે નવો વીડિયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કોન્સ્ટેબલ રાઘવેન્દ્ર પોતાનો જીવ બચાવીને ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ગુડ્ડુ મુસ્લિમે પાછળથી બોમ્બ વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં ઉમેશ પાલ ઉપરાંત પોલીસ જવાનોના પણ ઘાયલ થયા અને મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

બોમ્બ વિસ્ફોટ બાદ રાઘવેન્દ્ર જમીન પર ઢળી પડે છે
બોમ્બ વિસ્ફોટ થતાં જ રાઘવેન્દ્ર જમીન પર પડે છે તે જોઇ શકાય છે. ત્યારે આસપાસના ઘરની મહિલાઓએ વિસ્ફોટનો અવાજ સાંભળીને બહાર ડોકિયા કરવા લાગે છે. મહિલાઓ જુએ છે કે, પોલીસ કોન્સ્ટેબલ બોમ્બ હુમલામાં ઘાયલ થાય છે અને તેમના પર પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે તો તેઓ ડરી ગયા. આ પછી તે લોકો બહાર આવીને પોલીસ જવાનને બચાવવા માટે પ્રયાસ કરે છે. કેટલાક લોકો કોન્સ્ટેબલ રાઘવેન્દ્રને ઘરમાં લઇ જાય છે અને તેનું લોહી અટકાવવાનો પ્રયાસ કરે છે.

ઉમેશપાલ હત્યાકેસના અનેક મુખ્ય આરોપીઓ હજી પણ ફરાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસે સદાકત નામના વ્યક્તિની કાવતરાખોર તરીકે ધરપકડ કરી ચુકી છે. જ્યારે ડ્રાઈવર અરબાઝ અને વિજય ચૌધરી નામના શૂટરને ઠાર કરવામાં આવ્યો હતો. જો કે આ બાબતનું સૌથી મોટી બાબત છે કે, આ કેસના મોટાભાગના શૂટરો હજુ પોલીસ પકડથી દુર છે. જેમાં અસદ, મોહમ્મદ ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ અને સાબીરનો સમાવેશ થાય છે. હવે પોલીસે તેમના પર ઈનામની રકમ વધારીને પાંચ લાખ કરી દીધી છે. જો કે હજી સુધી પોલીસ તેમને શોધી શકી નથી. હાલ તેમને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT