નવી દિલ્હી : આ ઘટના મધ્ય જાપાનના નાગાનો વિસ્તારની છે. પોલીસનું કહેવું છે કે રાઈફલ અને છરીથી સજ્જ એક માસ્ક પહેરેલા વ્યક્તિએ ચાર લોકો પર હુમલો કર્યો અને પછી એક બિલ્ડિંગમાં છુપાઈ ગયો. જાપાનમાં ગોળીબાર અને છરાબાજીની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. અહેવાલ છે કે, હુમલાખોર એક બિલ્ડિંગમાં છુપાયેલો છે. આ ઘટના મધ્ય જાપાનના નાગાનો વિસ્તારની છે. પોલીસે જણાવ્યું હતું કે, રાઈફલ અને છરીથી સજ્જ એક માસ્ક પહેરેલા માણસે ચાર લોકો પર હુમલો કર્યો હતો અને પછી એક બિલ્ડિંગમાં છુપાઈ ગયો હતો.
જાપાનની સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હુમલાખોર એક મહિલાની પાછળ ગયો અને તેના પર હુમલો કર્યો. છરી વડે હુમલો કર્યો. આ સાથે તેણે ઘટનાસ્થળે પહોંચેલા બે પોલીસકર્મીઓ પર પણ ગોળીબાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે મહિલા સહિત ત્રણેય પીડિતોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જાપાનમાં ભાગ્યે જ આવી ઘટનાઓ બનતી હોય છે. તેવામાં આ ઘટનાને પગલે સમગ્ર જાપાનમાં ચકચાર મચી ગઇ છે.