'સાહેબ બચાવી લો, મને મારી ઘરવાળી બહુ મારે છે', પતિએ પોલીસ સ્ટેશન પહોંચી નોંધાવી ફરિયાદ
એક મહિલાએ તેના પતિને ખરાબ રીતે માર માર્યો. મહિલાએ મુક્કા મારીને તેના પતિનો ચહેરો લાલ કરી નાખ્યો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
એક મહિલાએ પતિને માર્યો ઢોર માર
સુજી ગયેલા ચહેરા સાથે પો.સ્ટેશન પહોંચ્યો પતિ
જલ્લાદ પત્ની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી
MP Indore Women Assaulted Husband: એક મહિલાએ તેના પતિને ખરાબ રીતે માર માર્યો. મહિલાએ મુક્કા મારીને તેના પતિનો ચહેરો લાલ કરી નાખ્યો. પતિ સુજી ગયેલા ચહેરા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની જલ્લાદ પત્ની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી. પોલીસે તેની હાલત જોઈને તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યો.
પોલીસ સ્ટેશન પહોંચીને માંગી મદદ
પતિએ પત્ની વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પીડિતને બે બાળકો પણ છે, બાળકોની સામે જ તેની પત્ની તેની સાથે દુર્વ્યવહાર કરે છે. પીડિત કંઈક બોલે તો મહિલા તેને અપશબ્દો બોલે છે અને તેને માર મારે છે.
વધુ વાંચો....એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો, પોલીસ અધિકારીને અટકાવતા લાગી આવ્યું
પતિએ પત્ની સામે નોંધાવી ફરિયાદ
તમને જણાવી દઈએ કે આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની છે. પીડિતનું નામ સાવન છે અને તેની સાથે મારપીટ કરનાર તેની પત્નીનું નામ અભિલાષા છે. એરોડ્રોમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પીડિત સાવને આરોપ લગાવ્યો છે કે અભિલાષાને તેનો લુક જરાય પસંદ નથી, તેથી તેણે છૂટાછેડા માંગ્યા છે.
ADVERTISEMENT
'અવારનવાર મારી સાથે કરે છે ઝઘડો'
સાવને પોલીસ સ્ટેશનમાં કહ્યું કે, અભિલાષા કહે છે કે હવે તું ક્યારે બાળકોને શાળાએ મૂકવા જતો નહીં, તને જોઈને લોકો હસે છે અને મારી પણ મજાક ઉડાવે છે. તે અવારનવાર આ બાબતે મારી સાથે ઝઘડો કરે છે. આ વખતે પણ આ બાબતે જ ઝઘડો થયો હતો. આ દરમિયાન તે આક્રમક બની ગઈ અને કાચની વસ્તુ ઉપાડીને મને મારવા લાગી હતી, જેના કારણે મને લોહી નીકળ્યું.
વધુ વાંચો....મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડને માર્યો માર, SUVથી કચડી નાખવાનો કર્યો પ્રયાસ… મોટા અધિકારીના લાડલાની કરતૂત જાણી હચમચી જશો
મને હવે ડર લાગી રહ્યો છેઃ પીડિત
સાવનનું કહેવું છે કે, અભિલાષાને સગા-સંબંધીઓએ પણ અનેકવાર સમજાવી, છતાં તેણે કોઈની વાત જ ન માની. અભિલાષા મારા લુકને લઈને તે મારી સાથે દુર્વ્યવહાર કરે છે. હવે મને તેનાથી ડર લાગી રહ્યો છે, તે ગુસ્સામાં આવીને મારી સાથે ગમે તે કરી શકે છે.
ADVERTISEMENT
'ઝઘડાથી કંટાળી ગયો છું'
સાવને જણાવ્યું કે, હું રોજબરોજના લડાઈ ઝઘડાથી કંટાળી ગયો છે. હવે તેણે આખા પરિવારની સામે મારી સાથે છૂટાછેડા લેવા માટે કહ્યું છે. મારી અને મારા બાળકોની જિંદગી અભિલાષાના કારણે બરબાદ થઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT