એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો, પોલીસ અધિકારીને અટકાવતા લાગી આવ્યું
સુરતના એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાએ એક પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી.
ADVERTISEMENT
સુરત : સુરતના એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાએ એક પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી. જેમાં કાળા કાચ કેમ રાખ્યા છે અને આગળ પોલીસ લખેલી પ્લેટ કેમ રાખી છે તેવો સવાલ પુછતા ભાઇને લાગી આવ્યું હતું. જેના પગલે ગાડી ચાલક અને મેહુલ બોઘરા વચ્ચે ચકમક ઝરી હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં તેના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો હતો. ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી અને કાળા કાચ રાખ્યા હતા. સમગ્ર મામલો હાલ હાઇપ્રોફાઇલ બન્યો છે. મેહુલ બોઘરા પર હુમલાની ઘટનાથી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં સેંકડો લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. સમગ્ર મામલો હાલ હાઇપ્રોફાઇલ બન્યો છે. જો કે સમગ્ર મામલે કોઇ અધિકારીક સ્પષ્ટતા આવી નથી. હાલ ગુજરાત તક આ મામલે સ્પષ્ટતાની રાહ જોઇ રહ્યું છે. જેથી કોઇ પણ મામલાની પૃષ્ટિ ગુજરાત તક નથી કરતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT