કરા, વંટોળ, કમોસમી વરસાદ...અંબાલાલ પટેલનું ભૂકકા કાઢે તેવું અનુમાન, જુઓ શું કહ્યું

ADVERTISEMENT

Meteorologist Ambalal Patel's Forecast
અંબાલાલ પટેલે જુઓ શું કરી આગાહી
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

માવઠાને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી સામે આવી

point

અંબાલાલ પટેલે કહ્યું- હજુ પડી શકે છે માવઠા

point

પવનના સૂસવાટા સાથે-સાથે કમોસમી વરસાદની આગાહી

Meteorologist Ambalal Patel's Forecast: ગુજરાતને અસર કરી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી જગતના તાતને પારાવાર નુકસાન થયું છે અને તેઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદી માહોલથી ઠંડી પણ વધી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, વહેલી સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમનું કહેવું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફંકાશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના

અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચ, 11થી 13 માર્ચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેના કારણે ક્યાંક કમોસમી વરસાદની સંભાવનાઓ છે. ફાગણ ચૈત્ર અને વૈશાખમાં પવનની ગતિના રહેશે. તેઓએ જણાવ્યું કે, ફાગણ ચૈત્ર અને વૈશાખમાં પવનની ગતિ રહેશે. આંધી, વંટોળ પવનના સૂસવાટા સાથે-સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કરા પણ પડી શકે છે.  

વધુ વાંચો...'હું કોંગ્રેસમાં જ રહીશ', 2 અઠવાડિયા સુધી પણ પોતાની વાત પર અડગ ન રહી શક્યા Arjun Modhwadia, હવે પ્રજા કરશે વિશ્વાસ?

એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવનાઃ અંબાલાલ 

તેઓએ જણાવ્યું કે, 20 માર્ચે સૂર્ય ઉતરાધમાં આવશે, જેના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થશે. કમોસમી વરસાદની આગાહી કરતા તેઓએ કહ્યું કે, એપ્રિલમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો કરા અને પવન ફૂંકાવાની સંભાવના પણ છે. અંબાલાલ પટેલનું ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે, તેઓએ પવનની ગતિને લઈને કહ્યું કે જો પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. પવન ફૂંકાય તો આંબા પરથી મોર ખરી પડવાની શક્યતા છે. આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા છે. 

ADVERTISEMENT

વધુ વાંચો...Ahmedabad: 'નોકરી મૂકી દે... કોઈની સાથે વાત નહીં કરવાની', શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા પોલીસકર્મીનો આપઘાત

હવામાન વિભાગે પણ કરી છે આગાહી

બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું કે, માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરના ભાગોમાં તેની અસર વિશેષ થતીં હોવાથી બર્ફીલા વિસ્તારોમાં હવામાન પલટાશે. હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે આવશે. બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચ, ત્રીજુ 11થી 12 માર્ચે આવવાની શક્યતા છે. દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવન ફૂંકાશે અને તેની સાથે તેની ગતિ 15થી 20 કિમી રહેવાની શક્યતા છે. 


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT