Ahmedabad: 'નોકરી મૂકી દે... કોઈની સાથે વાત નહીં કરવાની', શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા પોલીસકર્મીનો આપઘાત

ADVERTISEMENT

Ahmedabad Crime News
મહિલા પોલીસકર્મીનો આપઘાત
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મહિલા પોલીસકર્મીના આપઘાત મામલે મોટો ખુલાસો

point

શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી ટૂંકાવ્યું જીવન

point

સોલડી ગામે રહેતો પ્રેમી સતત આપતો હતો ધમકી

Ahmedabad Crime News:  અમદાવાદના મહિલા પોલીસકર્મીના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શંકાશીલ પ્રેમીના ત્રાસના કારણે મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  મૃતકનો પ્રેમી તેમના પર શંકા રાખીને સતત પરેશાન કરતો હોવાથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું ચિઠ્ઠીમાં જણાવ્યું હતું. જે બાદ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા સોલડી ગામે રહેતા જસવંત રાઠોડ નામના પ્રેમી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા લલિતા પરમારે થોડાદિવસ અગાઉ પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં પોલીસબેળામાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસને સ્થળ પરથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં તેઓએ શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રેમી જસવંત આપતો હતો ધમકી

તેઓએ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો કે ધ્રાંગધ્રાના સોલડી ગામે રહેતો જસવંત રાઠોડ નામનો પ્રેમી તેમને સતત વીડિયો કોલ અને ફોન કરીને શક કરતો હતો. સાથે જ નોકરી છોડવા માટે અને કોઈને સાથે વાત ન કરવા માટે ધમકી આપતો હતો. જેથી તેઓ કંટાળી ગયા હતા. હાલ પોલીસે મૃતક લલિતા પરમારના ભાઈની ફરિયાદના આધારે જસવંત રાઠોડ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.   

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT