શું ફાઇનલ ફિક્સ હતી? IPL 2023 GTvsCSK માં ચેન્નાઇ રનર અપ રહ્યું હોવાની જાહેરાત કરતી તસવીર વાયરલ
IPL 2023 Final GTvsCSK Live Updates: ગુજરાત તક અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આજે આઇપીએલની ફાઇનલ આયોજીત થવાની હતી. જો કે વરસાદના કારણે આજની મેચ…
ADVERTISEMENT
IPL 2023 Final GTvsCSK Live Updates: ગુજરાત તક અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આજે આઇપીએલની ફાઇનલ આયોજીત થવાની હતી. જો કે વરસાદના કારણે આજની મેચ રદ્દ થઇ હતી. જે આવતી કાલના દિવસ પર શિફ્ટ કરવામાં આવી છે. આવતી કાલે સાડાસાત વાગ્યે આ મેચનું આયોજન થશે. જે દર્શકોએ આજે ટિકિટ લીધી હશે તે જ ટિકિટની મદદથી તેઓ કાલની મેચમાં હાજર રહી શકશે. આજની ટિકિટ જ કાલ માટે માન્ય ગણાશે. હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચેનો હાઇવોલ્ટેજ મુકાબલામાં દર્શકોને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, IPL 2023 પહેલા એક તસવીર વાયરલ થઇ રહી છે.
https://twitter.com/sagarcasm/status/1662794015539101697?s=20
સોશિયલ મીડિયા પર મેચની એક તસવીર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકો અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચ ફાઇનલ હોવાનો દાવો કરતી એક તસવીર વાયરલ છે. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને રનર અપ દેખાડવામાં આવી છે. જો કે આ તસવીર જુની છે કે નવી તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ હાલ તો આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકો ખાસ કરીને ચેન્નાઇ સુપર કિંગ્સ અને ધોનીના ચાહકો જાત ભાતના સવાલો ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
Runner up 😆#CSK pic.twitter.com/SCF8IY4Qba
— Rohit Yadav (@rohityadav1098) May 28, 2023
જો કે નિષ્ણાંતો આ ઘટનાને સામાન્ય ગણાવી રહ્યા છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે, આ મેચ પહેલા સામાન્ય રીતે આ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ દરમિયાન જ કોઇએ આ ફોટો પાડી લીધો હોય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેચના આયોજન પહેલા તમામ પ્રકારની શક્યતાઓને ધ્યાને રાખીને તમામ ટેમ્પલેટના ટેસ્ટિંગ કરવામાં આવતા હોય છે. તેમાં તમામ પ્રકારના ટેમ્પલેટનું ટેસ્ટિંગ થતું હોય છે. જેથી મેચ ફાઇનલ હતી કે નહી તેવો કોઇ સવા જ નથી થતો. ગુજરાત તક રનર અપ આ પ્રકારનું પણ ટેસ્ટિંગ થયું હોઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT