World Cup 2023: સેમીફાઈનલની જંગમાં ન્યૂઝીલેન્ડ પર ભારે પડશે કિંગ કોહલી! તોડી શકે છે સચિન તેંડુલકરના આ 2 મહારેકોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Virat Kohli, India Vs New Zealand Semifinal, World Cup 2023: ભારતની મેજબાનીમાં રમાઈ રહેલા વનડે વર્લ્ડ કપ 2023માં હવે સેમીફાઈનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પહેલી સેમીફાઈનલ મેચ આજે (15 નવેમ્બર) રમાશે, જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સામ-સામે ટકરાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે રમાશે. આ મેચમાં વિરાટ કોહલીની પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના કેટલાક ઐતિહાસિક રેકોર્ડ પણ તોડવાની સુવર્ણ તક હશે. જો આ મેચમાં કોહલીનું બેટ કામ કરી જશે તો સમજી લો કે ન્યૂઝીલેન્ડની પણ લંકા લાગી શકે છે.

સચિનની કરી બરાબરી

વાસ્તવમાં, આ રેકોર્ડ વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો છે. વિરાટ કોહલીએ આ મહિને જ 5 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકાની સામે 121 બોલમાં 101 રનની અણનમ ઈનિંગ રમીને સચિન તેંડુલકરના 49 ODI સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટ કોહલી પોતાના કરિયરની 277મી વનડે ઈનિંગ્સમાં આ તોફાની સદી ફટકારી હતી. જ્યારે સચિન તેંડુલકરે તેમની 451મી ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ADVERTISEMENT

…તો બની જશે વિશ્વના પ્રથમ ખેલાડી

સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં 463 વનડે મેચ રમી, જેમાં તેમણે 452 ઈનિંગ્સમાં 44.83ની એવરેજથી 18426 રન બનાવ્યા હતા. તેમણે કુલ 49 વનડે સદી ફટકારી છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 49-49 સદી ફટકારી છે. હવે જો વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારે છે તો તેઓ વિશ્વમાં સૌથી વધુ અને 50 વનડે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની જશે.

વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી

– સચિન તેંડુલકર – 452 ઇનિંગ્સ – 49 સદી
– વિરાટ કોહલી – 277 ઇનિંગ્સ – 49 સદી
– રોહિત શર્મા – 251 ઇનિંગ્સ – 31 સદી
– રિકી પોન્ટિંગ – 365 ઇનિંગ્સ – 30 સદી
– સનથ જયસૂર્યા – 433 ઇનિંગ્સ – 28 સદી

ADVERTISEMENT

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં

પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી આ વખતે વનડે વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં તેમણે 2 સદી અને 5 અર્ધસદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા તેમણે બાંગ્લાદેશ સામે 103 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે 95 રન બનાવ્યો હતો અને સદી ચૂકી ગયા હતા.

ADVERTISEMENT

તેમણે ઓસ્ટ્રેલિયાની સામે 85 રન અને શ્રીલંકા સામે 88 રનની ઇનિંગ્સ પણ રમી હતી. એટલે કે આ બંને મેચમાં પણ વિરાટ કોહલી સદીની નજીક પહોંચી ગયા હતા. જો આમાંથી એક પણ સદી પૂરી થઈ હોત તો સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ પહેલા જ તૂટી ગયો હોત.

કોહલી તોડી શકે છે સચિનના આ શાનદાર રેકોર્ડ

વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં તેમણે 99ની એવરેજથી 594 રન બનાવ્યા છે. જો વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 80 રન બનાવશે તો તેઓ વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવશે. હાલમાં આ અદ્ભુત રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે 2003 વર્લ્ડ કપમાં 11 મેચમાં સૌથી વધુ 673 રન બનાવ્યા હતા. ત્યારે તેમની એવરેજ 61.18 હતી.

વર્લ્ડ કપમાં અત્યાર સુધીના ટોપ સ્કોરર ભારતીય

વિરાટ કોહલી – 594 રન
રોહિત શર્મા – 503 રન
શ્રેયસ અય્યર- 421 રન
કેએલ રાહુલ – 347 રન
શુભમન ગિલ – 270 રન

    follow whatsapp

    ADVERTISEMENT