CBI Raid: 820 કરોડની ગડબડ... આ સરકારી બેંકના 67 ઠેકાણાઓ પર CBIના દરોડા
uco bank imps scam cbi raids 67 locations in rajasthan and maharashtra
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
UCO બેંકને લઈને એક મોટા સમાચાર
CBIએ 67 સ્થળોએ દરોડા પાડ્યા
800 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મામલે કાર્યવાહી
UCO Bank CBI Raid: પબ્લિક સેક્ટરની UCO બેંકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CBI)એ શંકાસ્પદ IMPS ટ્રાન્ઝેક્શન મામલે બે રાજ્યોમાં 67 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ ટ્રાન્ઝેક્શન 800 કરોડ રૂપિયાથી વધુના છે. દરોડા દરમિયાન સીબીઆઈએ આ સ્થળોએથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. ગયા વર્ષે નવેમ્બર 2023માં આ સંબંધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ બાદ હવે મોટા દરોડાના સમાચાર આવ્યા છે.
રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દરોડા
સીબીઆઈ દ્વારા બુધવારે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS ટ્રાન્ઝેક્શન (IMPS Transactions)ને લઈને યુકો બેંક અને IDFC સાથે સંબંધિત લગભગ 130 ડોક્યુમેન્ટ્સની સાથે જ 42 ડિજિટલ ડિવાઈસ પણ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 40 મોબાઈલ ફોન, 2 હાર્ડ ડિસ્ક અને 1 ઈન્ટરનેટ ડોંગલ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝેક્શન યુકો બેંકના અલગ-અલગ એકાઉન્ટ્સથી કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો.....BJP નેતાની ધોળાદિવસે ધડાધડ ગોળી મારીને હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
10-13 નવેમ્બરની વચ્ચે લેવડ-દેવડ
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, આ કેસ 8,53,049થી વધુ IMPS ટ્રાન્ઝેક્શન્સ સાથે સંબંધિત છે, જેના દ્વારા આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ તમામ ટ્રાન્ઝેક્શન્સ ગયા વર્ષે 10 નવેમ્બરથી 13 નવેમ્બર 2023 વચ્ચે કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું કે સાત ખાનગી બેંકોના 14,600 એકાઉન્ટ્સમાંથી ખોટી રીતે યુકો બેંકના 41,000 ખાતાધારકોના ખાતામાં IMPS ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો....BJP ના ગ્રુપમાં MLA ના નંબરથી શેર થયો હાર્દિક પટેલનો વિવાદિત વીડિયો, ગરમાયું રાજકારણ
IMPS ટ્રાન્ઝેક્શન શું છે?
IMPS વાસ્તવ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે જેના દ્વારા લોકોને ઇન્ટરનેટ અને ફોન બેંકિંગ દ્વારા તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. રિયલ ટાઈમ લેવડ દેવડ હોવાના કારણે મોટાભાગના લોકો આ પેમેન્ટ સર્વિસનો જ ઉપયોગ કરે છે. જો કે, આ સેવા દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંક દ્વારા એક લિમિટ પણ નક્કી કરવામાં આવે છે, જેના કારણે વધુ રકમની લેવડદેવડ થતી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT