BJP નેતાની ધોળાદિવસે ધડાધડ ગોળી મારીને હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
UP Jaunpur BJP Leader Murder: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ભાજપના જિલ્લા મંત્રી પ્રમોદ કુમાર યાદવની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
UPના જૌનપુરમાં ભાજપ નેતાની હત્યા
ધોળાદિવસે ગોળી મારીને કરાઈ હત્યા
બાઈક પર આવ્યા હતા હત્યારાઓ
UP Jaunpur BJP Leader Murder: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ભાજપના જિલ્લા મંત્રી પ્રમોદ કુમાર યાદવની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના સિકરારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બોધાપુર ગામમાં બની હતી.
બાઈક પર આવ્યા હતા હત્યારા
જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ભાજપ નેતાની હત્યા બાઈક સવાર 2 બદમાશોએ કરી હતી. એસપી અજય પાલ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકના નાના ભાઈ શ્રવણ યાદવની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
#WATCH: BJP District General Secretary Pramod Kumar Yadav shot dead in Uttar Pradesh's Jaunpur pic.twitter.com/iGlVmZ96tE
— IANS (@ians_india) March 7, 2024
લગ્નની કંકોત્રી આપવાના બહાને ઉભી રખાવી હતી કાર
મૃતકના નાના ભાઈ શ્રવણ યાદવે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રમોદ યાદવ તેમની ક્રેટા કારમાં જૌનપુર જવા નીકળ્યા હતા. રાયબરેલી-જૌનપુર હાઇવે પર બાઇક પર સવાર બે યુવકોએ તેમની કાર રોકી હતી. લગ્નની કંકોત્રી આપવાના બહાને તેમણે કારનો કાચ નીચે કરાવ્યો અને છાતી પર ધડાધડ ગોળી મારી દીધી.
ADVERTISEMENT
વધુ વાંચો...Lok Sabha Elections: BJP માંથી કોને મળશે તક? ગુજરાતની આ 11 સીટ પર હલચલ તેજ
પ્રમોદ યાદવને વાગી 6 ગોળીઓ
આરોપીઓએ લગભગ 7થી 8 ગોળીઓ ચલાવી હતી, જેમાંથી 6 ગોળીઓ પ્રમોદ યાદવને વાગી હતી. ચાર ગોળી તેમના પેટમાં, એક ગોળી ખભામાં અને એક ગોળી જાંઘમાં વાગી હતી. જે બાદ આરોપીઓ નાસી ગયા હતા. લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ બચાવી ન શક્યા.
વધુ વાંચે....BJP ના ગ્રુપમાં MLA ના નંબરથી શેર થયો હાર્દિક પટેલનો વિવાદિત વીડિયો, ગરમાયું રાજકારણ
રેકી કરીને અપાયો હત્યાને અંજામ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ નેતાની રેકી કરીને હત્યા કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પ્રમોદ કુમારને બાઈક સવાર બે બદમાશોએ રોક્યા હતા અને પછી ગોળી મારી દીધી હતી.
ADVERTISEMENT
2012માં લડી હતી વિધાનસભાની ચૂંટણી
તમને જણાવી દઈએ કે બીજેપી નેતા પ્રમોદ કુમાર યાદવે 2012માં મલ્હાની વિધાનસભાથી ચૂંટણી લડી હતી. તેમની સામે પૂર્વ સાંસદ ધનંજય સિંહની પૂર્વ પત્ની જાગૃતિ સિંહ ઉભા હતા. આ ચૂંટણી સમાજવાદી પાર્ટીના પારસનાથ યાદવે જીતી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT