Lok Sabha Elections: BJP માંથી કોને મળશે તક? ગુજરાતની આ 11 સીટ પર હલચલ તેજ

ADVERTISEMENT

ગુજરાતની 11 બેઠક પર કોને મળશે ટિકિટ?
Loksabha Elections 2024
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કોંગ્રેસના અનેક નેતાઓ જોડાયા ભાજપમાં

point

11 બેઠકો પર હજુ જાહેર કરાયું નથી કોઈ નામ

point

11 બેઠકો પર આ નામોની ચાલી રહી ચર્ચા

Loksabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની સિઝન ધૂમ મચાવી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ અત્યાર સુધીમાં પક્ષ પલટો કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા જ ભાજપે મોટો ખેલ પાડી દીધો છે, કોંગ્રેસના અનેક કદાવર નેતાઓએ કેસરિયા કરી લીધા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં ભાજપના લોકસભાના ઉમેદવારોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે 11 બેઠકો પર હજુ સુધી કોઈના નામ જાહેર કરાયા નથી, ત્યારા હાલ 11 બેઠકો પર કેટલાક નામની અટકળો ચાલી રહી છે. 

કોના નામની ચાલી રહી છે અટકળો

આ વિશે વિગતવાર વાત કરીએ તો અમરેલી બેઠક પર અત્યારે બાવકુભાઈ ઉંધાડ, કૌશિક વેકરિયા, મુકેશ સંઘાણી અને ભરત સુતરિયાના નામની ચર્ચા ચાલી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ આ નેતાઓમાંથી કોઈ એકને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. વડોદરા બેઠકની વાત કરીએ તો અહીં રાકેશ અસ્થાના અને દીપિકા ચિખલિયાના નામની ચર્ચા ચાલી રહી છે. છોટાઉદેપુર બેઠક પર નારણ રાઠવાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે.

ભાવનગરમાં હીરા સોલંકી ફાઈનલ?

જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ લોકસભા બેઠક પર કિરીટ પટેલ, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ કે ગીતાબેન માલમને ટિકિટ મળી શકે છે. ભાવનગરમાં હીરાભાઈ સોલંકીની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે. જોકે, ભાજપ હંમેશાં કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે. આગામી દિવસોમાં લોકસભાનો માહોલ વધુ ગરમાવો પકડે તેવી પૂરી સંભાવના છે. 

ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં કોને મળશે ટિકિટ?

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં ડૉ મહેન્દ્ર મુંજપરા, કુંવરજી બાવળિયા, શંકર વેગડ અને ધ્રાંગધ્રા-હળવદના વર્તમાન ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું નામ પણ ચર્ચામાં છે. સુરતમાં  
ડો. જગદીશ પટેલ, રણજીત ગિલિટવાલા, નિતીન ભજીયાવાળા, મુકેશ દલાલ કે  હેમાલી બોઘાવાલાને ટિકિટ મળી શકે છે. 

મહેસાણામાં કડવા પાટીદાર ઉમેદવારને લાગી શકે લોટરી

અમદાવાદ પૂર્વ બેઠક પર ગોરધન ઝડફિયા, વલ્લભ કાકડિયા, જગદીશ પટેલનું નામ પણ ચાલી રહ્યું છે. મહેસાણામાં કોઇ મહિલાને ટિકિટ મળી શકે છે. કડવા પટેલ ઉમેદવારને અહીં લોટરી લાગી શકે છે. મેહસાણામાં જુગલ ઠાકોર, પ્રકાશ પટેલ, આનંદ પટેલ  કે ધનેશ પટેલને ટિકિટ મળી શકે છે. સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ, પ્રફુલભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બારૈયા અને કૌશલ્ય કુંવરબા પરમારના નામની ચર્ચા છે. તો વલસાડમાં પણ આદિવાસી યુવા ચહેરાને ભાજપ તક આપે તો નવાઈ નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT