હાર્દિક માટે આજનો દિવસ સૌથી લકી, હાર્દિક જ્યારે ફાઇનલમાં રમ્યો ત્યારે જીત્યો છે

ADVERTISEMENT

Hardik won every Final match
Hardik won every Final match
social share
google news

IPL Final 2023 GT vs CSK Live Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની ફાઇનલ મેચ આજે 29 મે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજીત થવાની છે. 28 મે દરમિયાન વરસાદના કારણે ફાઇનલની મેચ ધોવાઇ ગઇ હતી. આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડેના દિવસે મેચ થવા જઇ રહી છે. આ જોવા માટે સેંકડોની સંખ્યામાં દર્શકો પણ સતત બીજા દિવસે પણઉમટી પડ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મેચ રદ્દ થવાના કારણે ચેન્નાઇના સેંકડો ચાહકો રેલવે સ્ટેશન અને સ્ટેડિયમની બહારના પ્લેટફોર્મ સહિત સુઇ રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે IPL 2023 Final today 29 May, CSK vs GT Match Time, Teams, Weather, Live Updates આવી રહ્યા છે. જો કે હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના જ દિવસમાં હાર્દિકે જેટલી મેચ રમી છે તેમાં ક્યારે પણ તે હાર્યો નથી. હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઇ કિંગ વચ્ચે આજે 29 મેના રોજ IPL ની ફાઇનલ મેચ રમાવાની છે. 28 મેના રોજ બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચ નિર્ધારિત હતી. જો કે વરસાદના કારણે આ મેચ આયોજીત થઇ શકી નહોતી. જો કે આજે બંન્ને ટીમોએ રિઝર્વ ડેના દિવસે એક બીજાનો સામનો કર્યો હતો. જો કે હાર્દિક પટેલ માટે આજનો દિવસ ખુબ જ લકી છે.

હાર્દિકની કેપ્ટન્સીમાં આજે જ ગત્ત વર્ષે એટલે કે 29 મે 2022 માં ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચ પણ 7 વિકેટથી મેચ જીતી હતી. ખાસ વાત છે કે, હાર્દિકે રાજસ્થાનની વિરુદ્ધ આ ખિતાબી મેચ 2022 માં રમી ત્યારે પણ ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ આયોજીત થઇ હતી. આ મેચ પણ ગુજરાત જ જીત્યું હતું. હાર્દિક પટેલ ગત્ત વર્ષે રમાયેલી ફાઇનલની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. તેણે 3 વિકેટ ઝડપી હતી અને 34 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

હાર્દિક પંડ્યાના નામે આઇપીએલની ફાઇનલનો વધારે એક રેકોર્ડ છે. તે જેટલી વાર રમ્યો છે તેટલી વાર તેની ટીમ મેચ જીતી છે. આજ સુધી તેની ટીમ ક્યારે પણ ફાઇનલમાં પહોંચીને હારી નથી. મુંબઇ ઇન્ડિયન્સની તરફથી તે 2015,2017, 2019 માં ફાઇનલમાં રમ્યો હતો. દર વખતે મુંબઇ જીતી હતી. એટલે કે જ્યારે પણ હાર્દિક પંડ્યા ફાઇનલમાં પહોંચ્યો છે ત્યારે ત્યારે મેચ જીત્યો છે. આ આંકડો મહેન્દ્રસિંહ ધોની માટે ખતરાની ઘંટી છે.

    follow whatsapp

    ADVERTISEMENT