TMC ના નેતા એ દાખવ્યો ગુજરાતમાં રસ, ઇસુદાન ગઢવીને પાઠવી શુભેચ્છા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો રસ દાખવી રહ્યા છે. આજે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે હવે ટીએમસી નેતાએ આમ આદમી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો રસ દાખવી રહ્યા છે. આજે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે હવે ટીએમસી નેતાએ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા ઇસુદાન ગઢવીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરી કેજરીવાલ અને ઇસુદાન ગઢવીને અભિનંદન પાઠવ્યા છે.
એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતની ચૂંટણીને લઈ દિવસે ને દિવસે રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. નવા નવા દાવ પેચ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પંજાબનો દાવ ગુજરાતમાં રમ્યો છે. મુખ્યમંત્રી ઉમેદવાર સાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવા બદલ ટીએમસીના નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરી અને કેજરીવાલ અને ઇસુદાન ગઢવીને અભિનંદન પાઠવ્યા છે.
શત્રુઘ્ન સિંહાનું ટ્વિટ
અભિનંદન! મુખ્યમંત્રી,અરવિંદકેજરીવાલ અને તમારી ટીમને ગુજરાતના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે ગઢવીને જાહેર કરવા બદલ તમારી આખી ટીમ. ખૂબ જ લાયક, લોકપ્રિય અને અદ્ભુત માણસ છે. જય ગુજરાત! જય હિન્દ!
ADVERTISEMENT
Congratulations! CM, @ArvindKejriwal & your entire team for declaring Gadhvi as your CM candidate for Gujarat. Seems to a very deserving, popular & wonderful man. Jai Gujarat! Jai Hind!@YashwantSinha@Prithvrj@MamataOfficial@AITCofficial
— Shatrughan Sinha (@ShatruganSinha) November 7, 2022
ઇસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા
ADVERTISEMENT
તમારો ખૂબ ખૂબ આભાર, શત્રુગનસિંહા હા! જય ગુજરાત જય જય ગરવી ગુજરાત
ADVERTISEMENT
आपका बहुत बहुत शुक्रिया @ShatruganSinha जी ! जय गुजरात जय जय गरवी गुजरात https://t.co/D4bxsLEM3u
— Isudan Gadhvi (@isudan_gadhvi) November 7, 2022
ગુજરાત નારાજકારણમાં નવા સમીકરણ રચાશે!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે TMCના નેતાએ ઇસુદાન ગઢવીને અભિનંદન પાઠવતા ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો રચવાની સંભાવના છે. ગુજરાતની ચૂંટણીમાં TMC આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશે? તે સવાલ ચર્ચાય રહ્યો છે.
ADVERTISEMENT