ગુજરાતના આ 5 રાજાઓને આજે પણ લાખોમાં સાલિયાણું મળે છે, કયા રાજઘરાનાને કેટલું પેન્શન જાણો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/ડાંગ: ડાંગમાં ઐતિહાસિક ડાંગ દરબારની શરૂઆત થઈ ગઈ છે. પ્રકૃતિના ભવ્ય વારસો ગણાતા ડાંગ જિલ્લામાં અંગ્રેજોની નજર હતી. ડાંગની પ્રાકૃતિક સુંદરતાનું નિકંદન કરવા સામે ડાંગના રાજાઓએ જંગલનું રક્ષણ કર્યું હતું. એવામાં ડાંગના રાજાઓના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડાંગ દરબાર યોજે છે. પરંપરા મુજબ ડાંગ દરબારમાં રાજાના માનમાં નીકળેલી શાહી સવારીની આગળ જિલ્લા કલેકટર , સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પગપાળા ચાલતા હોય છે.

150થી પણ વધુ વર્ષથી ઉજવાય છે ડાંગ દરબાર
વર્ષ 1800ની આસપાસમાં અંગ્રેજોએ આ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમની સામ ડાંગના રાજાઓએ મચક આપી નહોતી. આખરે 1842માં અંગ્રેજો તેમની સાથે સંધિ કરવા મજબૂર થયા હતા. માહિતી મુજબ, 1870થી આ દરબાર ભરાય છે એટલું જ નહીં 1954થી ડાંગના 5 રાજાઓએ પોલિટિકલ પેન્શન પણ આપવામાં આવે છે.

ADVERTISEMENT

કોને કેટલું સાલિયાણું ચૂકવાય છે?
ડાંગના પાંચ રાજાઓની સાથે સાથે નાયક અને ભાઉબંધોને પણ સરકાર તરફથી સાલિયાણું ચૂકવવામાં આવે છે. જેમાં પાંચ રાજામાં કિરણસિંગ યશવંતરાવ પવારને વાર્ષિક રૂ.2,32,650નું સાલિયાણું ચૂકવાય છે. જ્યારે ત્રિકમરાવ સાહેબરાવ પવારને 1,91,246 રૂપિયા, છત્રસિંહ ભવરસિંગને રૂ.175,666 રૂપિયા, તપનરાવ આવંદરાવ પવારને 1,58,386 રૂપિયા, ધનરાજ ચંદ્રસિંહ સૂર્યવંશીને 1,47,553 રૂપિયાનું પોલિટિકલ પેન્શન ચૂકવાય છે. આ ઉપરાંત 452 નાયક અને ભાઉબંધોને વાર્ષિક 63,34,073 રૂપિયાનું પોલિટિકલ પેન્શન ચૂકવાય છે.

ADVERTISEMENT

રાજાની સવારીમાં રાજકીય આગેવાનો પણ જોડાય છે
વર્ષોથી એક પરંપરા મુજબ પાંચ રાજાઓ માટે 3 બગી મંગાવવામાં આવે છે જેમાં પાંચ રાજાઓ સાથે તેમાં પાંચ પટાવાળા ( રક્ષક ) બેસતાં હોય છે, આજે સવારી નીકળી તયારે આગળની બે બગીમાં પાંચ રાજા અને 3 પટાવાળા હતા અને પાછળ ની ત્રીજી બગીમાં બે રાજાના પટાવાળા બેસેલા હતા તે દરમિયાન આ રાજીકીય આગેવાનો અચાનક આવી ને બેસી ગયા હતા અને વિવાદ થયો હતો.

ADVERTISEMENT

રાજવીઓ સાથે ભોજન
ડાંગ દરબાર વખતે હાજર તમામ લોકોને બ્રિટીશ સમયમાં અનાજ, તેલ વગેરે (સીધુ) આપવામાં આવતું હતું. જે પરંપરા આજે પણ જાળવવામાં આવે છે અને ડાંગ દરબારમાં ભાગ લેવા આવેલ સર્વે ડાંગી ભાઇ-બહેનો માટે વહીવટીતંત્ર દ્વારા ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેમાં આમંત્રિત મહેમાનો અને ડાંગી રાજાઓ સાથે સર્વેને ભોજન પીરસવામાં આવે છે. આ માટે આહવા ખાતે યોગ્ય જગ્યા ખાતે ખાસ સામિયાણો ઉભો કરવામાં આવે છે. જ્યાં રાજાઓ, આમંત્રિત મહાનુભાવો, અધિકારીઓ, ડાંગી ભાઇઓ-બહેનો એક સાથે એક પંગતમાં જમીન પર બેસી ભોજન લે છે. અંદાજે પાંચથી દસ હજાર જેટલા ડાંગી ભાઇઓ- બહેનો ડાંગ દરબારમાં ખાસ હાજર રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT