ભારતમાં દેખાયું વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ક્યાં ક્યાં જોવા મળ્યું ગ્રહણ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શરૂ થઈ ચૂક્યું છે. આ આંશિક સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગોમાં જોવા મળી રહ્યું છે. ભારતમાં આ સૂર્યગ્રહણ નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી, મથુરા, પ્રયાગરાજ, લખનૌ, હૈદરાબાદ, પુણે, ભોપાલ, ચંદીગઢ, નાગપુરમાં જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણનો કુલ સમય લગભગ 1 કલાક 40 મિનિટનો રહેશે.

આ સમય સુધી જોવા મળશે ગ્રહણ
આઇસલેન્ડમાં ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થયું છે, જે અરબી સમુદ્રમાં સાંજે 6.20 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં, આ સૂર્યગ્રહણ લગભગ 4:29 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે.

ભારતમાં અહી જોવા મળ્યું ગ્રહણ
ભારતમાં અમૃતસર બાદ દિલ્હીમાં સાંજે 4:29 વાગ્યે આંશિક સૂર્યગ્રહણની ઝલક જોવા મળી હતી. આ સૂર્યગ્રહણ દિલ્હીમાં સાંજે 5:42 સુધી દેખાશે. અહીં દિલ્હીમાં સૂર્યગ્રહણ જોઈ શકાય છે. વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ તુલા અને સ્વાતિ નક્ષત્રમાં થશે. મેષ, મિથુન, કન્યા, તુલા, કુંભ અને મીન રાશિના લોકો પર આ ગ્રહણની વિપરીત અસર પડી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT