'હું લોકસભાની ચૂંટણી લડી શકીશ નહીં', સોનિયા ગાંધીએ કોના નામે લખ્યો પત્ર?

ADVERTISEMENT

સોનિયા ગાંધીએ લોકસભાની ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવ્યું
soniagandhi
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી લોકસભા નહીં રાજ્યસભા લડશે

point

સોનિયા ગાંધીએ જનતાનો આભાર માન્યો

point

'તમે મુશ્કેલ સંજોગોમાં મારી સાથે ઉભા રહ્યા'

Sonia Gandhi Letter to Rae Bareli Voters: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલીના  લોકો માટે ગુરુવારે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જિલ્લાની જનતાનો સમર્થન કરવા બદલ આભાર માન્યો હતો. સોનિયા ગાંધીએ પત્રમાં જણાવ્યું કે તેઓ આ વખતે રાયબરેલીથી લોકસભા ચૂંટણી કેમ નહીં લડે.

 

2004થી રાયબરેલીથી સાંસદ છે સોનિયા ગાંધી

 


સોનિયા ગાંધી 2004થી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી જીતતા આવી રહ્યા છે. આ પહેલીવાર હશે, જ્યારે તેઓ અહીંથી ચૂંટણી નહીં લડે. સોનિયા ગાંધીએ કહ્યું કે મેં સ્વાસ્થ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. 

ADVERTISEMENT

મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છેઃ સોનિયા ગાંધી

 

સોનિયા ગાંધીએ કહ્યું કે મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે. તે રાયબરેલી આવીને તમને બધાને મળીને પૂરો થાય છે. આ ગાઢ સંબંધ ખૂબ જૂનો છે અને મને મારાં સાસરિયાં તરફથી સૌભાગ્ય તરીકે મળ્યો છે. રાયબરેલી સાથે અમારા પરિવારના સંબંધો ખૂબ ગાઢ છે. 

'મારા સાસુ-સસારાને તમે જીતાડીને દિલ્હી મોકલ્યા'

 

રાયબરેલીના સાંસદે કહ્યું કે, આઝાદી પછી થયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીજીને અહીંથી જિતાડીને દિલ્હી મોકલ્યા હતા. તેમના પછી તમે મારાં સાસુ ઈન્દિરા ગાંધીને તમારા પોતાના બનાવી લીધાં હતાં, ત્યારથી લઈને અત્યાર સુધી આ સિલસિલો જીવનના ઉતાર-ચઢાવ અને મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈને પ્રેમ અને ઉત્સાહ સાથે વધતો રહ્યો છે  

ADVERTISEMENT

પહાડની જેમ મારી પડખે ઊભા રહ્યાઃ સોનિયા ગાંધી

 

સોનિયા ગાંધીએ કહ્યું કે, મારાં સાસુ અને મારા જીવનસાથીને હંમેશા માટે ગુમાવ્યાં પછી, હું તમારી પાસે આવી અને મેં મારા માટે તમારા સમક્ષ મારો ખોળો પાથર્યો હતો. છેલ્લી બે ચૂંટણીમાં તમે મુશ્કેલ સંજોગોમાં પણ પહાડની જેમ મારી પડખે ઊભા હતા, આ હું ક્યારેય ભૂલી શકતી નથી. મને કહેતા ગર્વ થાય છે કે આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું અને મેં હંમેશાં તમારા આ વિશ્વાસને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

ADVERTISEMENT

'હું આગામી લોકસભા ચૂંટણી લડીશ નહીં'

 

સોનિયા ગાંધીએ કહ્યું કે, હવે સ્વાસ્થ્ય અને વધતી ઉંમરના કારણે હું આગામી લોકસભા ચૂંટણી લડીશ નહીં. આ નિર્ણય બાદ મને તમારી સીધી સેવા કરવાનો અવસર નહીં મળે, પરંતુ એ નક્કી છે કે મારું મન-પ્રાણ હંમેશા આપની સાથે રહેશે. હું જાણું છું કે તમે પણ દરેક મુશ્કેલીમાં મને અને મારા પરિવારને એવી રીતે સંભાળી લેશો, જેવી રીતે અત્યાર સુધી સંભાળતા આવ્યા છો. 

    follow whatsapp

    ADVERTISEMENT