સૌરાષ્ટ્રના ડાયરેક્ટરની ફિલ્મ ‘છેલ્લા શો’ને ઓસ્કરમાં એન્ટ્રી મળી, રેસમાં RRR અને કાશ્મિર ફાઈલ્સને ઓવરટેક કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ઓસ્કર 2023 માટે ભારત તરફથી ફિલ્મ છેલ્લા શોને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવી છે. આ એક ગુજરાતી ફિલ્મ છે જેને પાન નલિને લખી અને ડાયરેક્ટ કરી છે. જે ગામડાના એક છોકરા પર બનેલી ફિલ્મ છે. જોકે અત્યારે 110 મિનિટની આ ફિલ્મ છેલ્લા શોની ઓસ્કરમાં એન્ટ્રીથી તમામ પ્રિડિક્ટર્સ સ્તબ્ધ થઈ ગયા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઓસ્કર માટે RRR અને ધ કાશ્મીર ફાઈલ્સને નોમિનેટ કરાશે. પરંતુ એમ થયું નહીં. તેવામાં હવે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ 20 સપ્ટેમ્બરના દિવસે ઓસ્કર 2023 માટે ભારત તરફથી છેલ્લા શોને મોકલવાની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે.

ડાયરેક્ટર પાન નલિને ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી…
ફિલ્મ છેલ્લા શોના ડાયરેક્ટર પાન નલિને ટ્વિટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મારા માટે એક સપના સામન છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને FFI જૂરી મેમ્બર્સનો આભાર. છેલ્લા શો પર વિશ્વાસ રાખવા બદલ તમારો આભાર. હું હવે ફરીથી શ્વાસ લઈ શકું છું અને સિનેમા પર વિશ્વાસ પણ કરી શકું છું.

શું છે છેલ્લા શો ની સ્ટોરી?
છેલ્લો શો ગામડાના એક નાના બાળકની સ્ટોરી છે જેને ફિલ્મોથી ઘણો પ્રેમ છે. આ દરમિયાન બાળખ ફિલ્મ જોવા માટે પ્રોજેક્શન રૂમમાં એક સિનેમા પ્રોજેક્ટર ટેક્નિશિયનની સહાયથી પહોંચી જાય છે અને ઘણી ફિલ્મો જોવે છે. આ ફિલ્મો જોઈને તેનું જીવન બદલાઈ જાય છે અને આને ઘણુ વિસ્તારથી વર્ણન કરાયું છે.

ADVERTISEMENT

લોકડાઉન પહેલા શૂટિંગ કરાઈ
છેલ્લો શો ફિલ્મના ડાયરેક્ટર અને લેખક પાન નલિનની સેમી ઓટોબાયોગ્રાફી છે. પાન નલિનનો સૌરાષ્ટ્રના એક ગામમાં ઉછેર છે. તેમને પણ બાળપણથી જ ફિલ્મોનો શોખ હતો. આ ફિલ્મની શૂટિંગ માર્ચ 2020માં પૂરી થઈ હતી. ત્યારપછી દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ કોરોના મહામારી દરમિયાન પૂરૂ કરવામાં આવ્યું હતું.

ત્રિબેકા ફેસ્ટિવલમાં જનારી પહેલી ગુજરાતી ફિલ્મ
આ ફિલ્મનું પ્રીમિયર 10 જૂન 2021ના 20મી ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલમાં જનારી પહેલી ગુજરાતી ફિલ્મ હતી. બીજિંગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લા શોને ટિયાંટન એવોર્ડ માટે પણ નોમિનેટ કરાઈ હતી. આ ફિલ્મ ડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મના ગોલ્ડન સ્પાઈક એવોર્ડ જીતી ચૂકી છે.

ADVERTISEMENT

જાણો ઓસ્કર રેસમાં કઈ કઈ ફિલ્મો સામેલ હતી..
ઓસ્કર નોમિનેશન રેસમાં ગણી મોટા બેનરની ફિલ્મો પણ સામેલ હતી. જેમાંથી એસ.એસ.રાજમૌલીની RRR, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ, ફહદ ફાઝિલની ફિલ્મ મલયંકુંજૂ અને સાઉથ એક્ટર નાની ની ફિલ્મ શ્યામ સિંધા રોય સામેલ હતી. જોકે જ્યૂરીએ ઓસ્કર ઓફિશિયલ નોમિનેશન માટે છેલ્લા શોને પસંદ કરી છે. જેનું અંગ્રેજી નામ લાસ્ટ ફિલ્મ શો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT