કેજરીવાલને રૂપાલાએ આપ્યો વળતો જવાબ કહ્યું, ભાજપ અને પાટીદાર એક બીજાના પર્યાય
હિતેશ સુતરીયા, અરવલ્લી: કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોત્તમ રૂપાલાની આગેવાની હેઠળની ગુજરાત ગૌરવ યાત્રાના ત્રીજા દિવસે મોડાસાથી સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે નીકળતી વખતે મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા, અરવલ્લી: કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોત્તમ રૂપાલાની આગેવાની હેઠળની ગુજરાત ગૌરવ યાત્રાના ત્રીજા દિવસે મોડાસાથી સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે નીકળતી વખતે મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દિલ્હીના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપને પાટીદાર વિરોધી ગણાવી હતી તે બાબતનો સવાલ પૂછતાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ અને પાટીદાર એક બીજાના પર્યાય છે.
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી રૂપાલાએ આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીને પાટીદાર અંગે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેમનો તો જવાબ નથી આપવો અને બીજી તો તમે આ લાઇનમાં જોશો ને તો તેમા બહુમતી પાટીદારોની હશે. આવું દરેક સભામાં તમને જોવા મળશે. ભાજપ અને પાટીદાર એક બીજાના પર્યાય ગુજરાતમાં પહેલા પણ હતા આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે. ચૂંટણી આવે એટલે આવી સિઝનલ સ્કિમ શરૂ રહેશે.
શું છે વિવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરરોજ અવનવા વળાંક આવવા લાગ્યા છે. ત્યારે વિવાદિત જૂના વિડીયો મામલે ગોપાલ ઇટલીયાની દિલ્હી ખાતે પૂછપરછ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે હવે આ પૂછપરછને રાજકારણ અને જ્ઞાતિવાદ સાથે જોડવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાની અટકાયતથી પૂરા ગુજરાતના પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે, ગોપાલ ઇટાલિયાની અટકાયતથી પુરા ગુજરાતના પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાઘવ ચઢ્ઢાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા સરદાર પટેલના વંશજ છે તમારી જેલથી નથી ડરતા
ADVERTISEMENT