Apple માં ગુજરાતીનો દબદબો, અમદાવાદમાં ભણેલા Ruchir Dave ને સોંપાશે મોટી જવાબદારી

ADVERTISEMENT

ruchir dave apple
Apple માં ગુજરાતીનો દબદબો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

એપલની હાર્ડવેર ટીમમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર

point

રુચિર દવે સંભાળશે એકોસ્ટિક્સ ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટનું પદ

point

રૂચિર દવેએ ગુજરાતમાંથી કર્યો છે અભ્યાસ

એપલ (Apple) ની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ખરેખર, રુચિર દવે (Ruchir Dave) એપલ (Apple)ના એકોસ્ટિક્સ (Acoustics) ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. તેઓ લગભગ 14 વર્ષથી એપલમાં કામ કરી રહ્યા છે. રૂચિર દવે (Ruchir Dave) ટૂંક સમયમાં ગેરી ગીવ્ઝ (Gary Geaves)નું સ્થાન સંભાળશે. રૂચિર દવેએ ગુજરાતમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.

14 વર્ષથી એપલમાં કરી રહ્યા છે કામ

 

રુચિર દવે (Ruchir Dave)ના લિંક્ડઇન (LinkedIn) એકાઉન્ટ્સથી જાણવા મળે છે કે તેઓ લગભગ 14 વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યા છે. તેઓ વર્ષ 2009માં એપલ સાથે જોડાયા હતા. અહીં તેઓએ એકોસ્ટિક્સ એન્જિનિયર  (Acoustics Engineer) ટીમની કમાન સંભાળી હતી. આ પછી તેમને વર્ષ 2012માં મેનેજર લેવલ પર બઢતી આપવામાં આવી હતી. વર્ષ 2021માં તેઓને સિનિયર ડાયરેક્ટરની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. Apple પહેલા તેઓ  સિસ્કો (Cisco) માં લગભગ 10 વર્ષ સુધી કામ કરી ચૂક્યા છે. 

ગુજરાતમાં ક્યાંથી કર્યો છે અભ્યાસ?

 

તેમના લિંક્ડઇન (LinkedIn) એકાઉન્ટ્સથી જાણવા મળે છે કે તેઓ શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જ્યાં તેમણે 1982થી લઈને 1994 સુધી અભ્યાસ કર્યો છે. આ પછી તેઓએ અમદાવાદની લાલાભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન 1998માં કર્યું છે. આપ પછી તેઓ Penn State Universityમાં અભ્યાસ કરવા ચાલ્યા ગયા. 

ADVERTISEMENT

 

વધુ વાંચો...Big News: સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે ખુશખબર, ટૂંક સમયમાં આ વિભાગમાં આવશે મોટી ભરતી

મીડિયા રિપોર્ટ્સમાંથી મળી જાણકારી

 

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ જાણકારી Ruchir Daveના નજીકના લોકોએ આપી છે. જોકે, હજુ સુધી આ જાહેરાતને ખાનગી રાખવામાં આવી છે, જેના કારણે તે લોકોએ પોતાની ઓળખ છુપાવીને રાખવા માટે કહ્યું છે. કંપનીએ સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરી નથી. 

ADVERTISEMENT

હાર્ડવેટ ટીમમાં કામ કરે છે 300 કર્મચારીઓ

 

Apple હાર્ડવેરની ટીમમાં  300 કર્મચારીઓ કામ કરે છે. આ લોકો કંપનીના HomePod, AirPods અને Speakers business માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ટીમ સાઉન્ડ અને માઈક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા પર પણ કામ કરે છે. આ ટીમ Spatial Audio જેવા સોફ્ટેવેર ફીચર પર પણ કામ કરે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT