Big News: સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે ખુશખબર, ટૂંક સમયમાં આ વિભાગમાં આવશે મોટી ભરતી
રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
ADVERTISEMENT
Government Job vacancy: ચૂંટણી નજીક આવતા અનેક કહેલી પડેલી અનેક જગ્યાઓ પર સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની જાહેરાત બાદ હવે શિક્ષણ વિભાગમાં આવી જ એક મોટી ભરતી આવી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની (Gujarat Education Service Class 1 And Class 2) ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે.
શિક્ષણ મંત્રીએ ભરતીની જાણકારી આપી
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની તાજેતરમાં બેઠક મળી અને નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.
473 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરાશે
વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને આ કાર્યવાહી પૂર્ણ કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT