Gujarat માં 1 લાખથી વધુ આંગણવાડીની બહેનો આકરા પાણીએ, વિવિધ માંગોને લઈને લડી લેવાના મૂડમાં

ADVERTISEMENT

Gujarat News
આંગણવાડીની બહેનો લડી લેવાના મૂડમાં
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અલગ-અલગ સંગઠનોએ શરૂ કર્યા આંદોલનો

point

આંગણવાડીની બહેનોનો ઠેર-ઠેર વિરોધ

point

આંગણવાડીની બહેનો ઉતરી હડતાળ પર

Gujarat News: દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે દેશમાં આંદોલન અને દેખાવોની સિઝન ચાલું થઈ ગઈ છે. હવે અલગ-અલગ સંગઠનો પોતાની પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી નજીક આવેલ શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો ગુજરાતમાં પણ હવે 1 લાખથી વધુ આંગણવાડીની બહેનો વિલંબિત માગણીઓને લઈને 2 દિવસની હડતાળ પર ઉતરી છે. આજે આંગણવાડીની બહેનો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

રાજકોટમાં બહેનોએ લીધા છાજિયાં

 


રાજકોટમાં જ્યુબેલી ગ્રાડન ખાતે મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ હતી અને સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. સાથે આંગણવાડી સદંતર બંધ કરવાની સાથે લોકસભાની ચૂટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. 

ADVERTISEMENT


 
મહેસાણામાં બહેનોએ કાઢ્યો સરકાર સામે બળાપો

 

મહેસાણા જિલ્લાની આંગણવાડી બહેનોએ પણ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના બિલાડી બાગમાં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો એકત્ર થઈ હતી અને સરકાર સામે બળાપો કાઢ્યો હતો. આ દરમિયાન બહેનોએ લંબીત માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન છેડવાનો નિર્ણય લીધો હતો. 

અમરેલીમાં પાઠવવામાં આવ્યું આવેદનપત્ર 

 

અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ આંગણવાડીની બહેનો હડતાળ પર ઉતરી છે.  મરેલી, લીલિયા, સાવરકુંડલા સહિતના તાલુકા મથકો પર આંગણવાડી વર્કરોએ હડતાળ શરૂ કરી છે. વેતન વધારો સહિતની અલગ અલગ માંગણીઓ સંદર્ભે આંગણવાડીની બહેનો બે દિવસની હડતાળ ઉપર ઉતરી છે. આજે અમરેલી જિલ્લામાં આંગણવાડીની બહેનો દ્વારા તાલુકા મથકો અને જિલ્લા મથકો પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 

ADVERTISEMENT

દ્વારકામાં પણ અપાશે આવેદનપત્ર 

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા આવી રહ્યા છે તે પહેલાં આજે દ્વારકા ની આંગણવાડીની મહિલાઓ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે. 

ADVERTISEMENT

શું છે આંગણવાડીની બહેનોની માંગ?

 

1. માનદવેતનમાં વધારો
2. વર્કર અને મહિલા કાર્યકરોને વર્ગ-4 માં મૂકવા 
3. કામનો સમય અને કામનો પ્રકાર નક્કી કરવો
4. જે વર્કર કાર્યકરની પરિસ્થિતિ ખરાબ હોય તો તેને ગેસ અને ઈલેક્ટ્રીક બિલમાં છૂટછાટ આપવી
5. પ્રમોશન આપતા સમયે ઉંમર મર્યાદાનું નિયમ રદ કરવો
6. બહેનો માટે આરોગ્ય વીમો અને પેન્શન યોજના લાગુ કરવી

    follow whatsapp

    ADVERTISEMENT