Farmer Protest: 'કોંગ્રેસ MSPની કાયદેસર ગેરંટી આપશે', ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધીનો વાયદો
રાહુલ ગાંધીએ આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપ્યું છે અને તેમને કહ્યું છે કે કોંગ્રેસ દરેક ખેડૂતોની સાથે છે અને આ ખેડૂતોને કોંગ્રેસની પહેલી ગેરંટી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારીમાં ખેડૂતો
વિવિધ માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા ખેડૂતો
રાહુલ ગાંધીએ આંદોલનકારી ખેડૂતોને આપ્યું સમર્થન
Farmer Protest: પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે સેંકડો ખેડૂત સંગઠનોના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
રાહુલ ગાંધીનું ખેડૂતોને સમર્થન
આ વચ્ચે રાહુલ ગાંધીએ આ ખેડૂતોને સમર્થન આપ્યું છે અને તેમને કહ્યું છે કે કોંગ્રેસ દરેક ખેડૂતોની સાથે છે અને આ ખેડૂતોને કોંગ્રેસની પહેલી ગેરંટી છે.
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે, ''ખેડૂત ભાઈઓ, આજે ઐતિહાસિક દિવસ છે! કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલું 15 કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. ન્યાયના પથ પર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે''
ADVERTISEMENT
किसान भाइयों आज ऐतिहासिक दिन है!
— Rahul Gandhi (@RahulGandhi) February 13, 2024
कांग्रेस ने हर किसान को फसल पर स्वामीनाथन कमीशन के अनुसार MSP की कानूनी गारंटी देने का फैसला लिया है।
यह कदम 15 करोड़ किसान परिवारों की समृद्धि सुनिश्चित कर उनका जीवन बदल देगा।
न्याय के पथ पर यह कांग्रेस की पहली गारंटी है।#KisaanNYAYGuarantee
રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
છત્તીસગઢના અંબિકાપુરમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, "આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. તેઓ શું કહે છે? તેઓ માત્ર તેમની મહેનતનું ફળ માંગી રહ્યા છે. ભાજપ સરકારે એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી, પરંતુ તેઓ એમએસ સ્વામીનાથને જે કહ્યું હતું તેનો અમલ કરવા માટે તૈયાર નથી.''
ADVERTISEMENT