Lok Sabha Election 2024: 'MLA મેડમ તૈયારી શરૂ કરી દો', કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ક્યાંથી લડશે લોકસભાની ચૂંટણી?
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેરા કરી હતી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભાજપે 15 ઉમેદવારોના નામ કર્યા છે જાહેર
11 બેઠકો માટે ઉમેદવારોના નામની કરાઈ નથી જાહેરાત
ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેરા કરી હતી. જેમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હજુ 11 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી. તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (7 માર્ચ 2024) મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ઘણા નામોને મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા લોકસભા માટે ટૂંક જ સમયમાં પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે સતત બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડી શકે છે.
ગેનીબેનને તૈયારી શરૂ કરવાની સૂચનાઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત લોકસભા માટે જેમની પસંદગી કરાઈ છે તેમને ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક એક કરીને જાણ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો....Mehsana બેઠક પર ભાજપમાં ટિકિટ માટે લોબિંગ શરૂ, પાટીદાર સમાજના ઉમેદવારની પસંદગી નક્કી!
માત્ર ઔપચારિક જાહેરાત જ બાકીઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેનીબેન ઠાકોરને ને લોકસભાની ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી ફોન મારફતે જાણ કરી દેવાઈ છે. માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. જેને પગલે હાલ ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધા છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વધુ વાંચો....Surat: AAPના કોર્પોરેટર જીતુ કાછડીયાના બંગલામાં લાગી ભીષણ આગ, દાઝી જતાં 17 વર્ષીય પુત્રનું મોત
ગેનીબેને વ્યક્ત કરી ઈચ્છા
તો બીજી બાજુ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ભાજપ તરફથી ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગેનીબેને નિવેદન આપ્યું છે કે, 'જો પક્ષ કહેશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું.'
ADVERTISEMENT
ADVERTISEMENT