Mithun Chakraborty ની હવે કેવી છે તબિયત? હોસ્પિટલમાંથી સામે આવ્યો પહેલો વીડિયો

ADVERTISEMENT

મિથુન ચક્રવર્તીની  તબિયત હવે કેવી છે?
મિથુન ચક્રવર્તીની તબિયત હવે કેવી છે?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

point

છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

point

ભાજપના નેતાએ કરી મિથુન ચક્રવર્તી સાથે ખાસ મુલાકાત

Mithun Chakraborty Health Update:  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી છેલ્લા બે દિવસથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. 73 વર્ષીય મિથુન ચક્રવર્તીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ જાણવા મળ્યું કે તેમને સ્ટ્રોક આવ્યો હતો. અભિનેતા હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભાજપના નેતા દિલીપ ઘોષે હોસ્પિટલ ખાતે પહોંચીને મિથુન ચક્રવર્તી સાથે ખાસ મુલાકાત કરી. 

મુલાકાતનો વીડિયો થયો વાયરલ 

અભિનેતા મિથુન ચક્રવર્તી અને ભાજપ નેતા દિલીપ ઘોષ વચ્ચેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મિથુન ચક્રવર્તી હોસ્પિટલના બેડ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમને જોઈને એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે અભિનેતાની તબિયતમાં પહેલા કરતા ઘણો સુધારો થયો છે.

હસતા-હસતા વાતો કરતા જોવા મળી રહ્યા છે અભિનેતા

ભાજપ નેતા દિલીપ ઘોષે મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરીને તેમની તબિયત વિશે પૂછ્યું. દિલીપ ઘોષ પણ મિથુન ચક્રવર્તીને ગુલાબના ફૂલ આપતા જોવા મળી રહ્યા છે. બંને એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળી રહ્યા છે. મિથુન ચક્રવર્તીને હસતા જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. અભિનેતાના તમામ ચાહકો તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ADVERTISEMENT


અભિનેતા મિથુન ચક્રવર્તીને શું થયું છે?

તમને જણાવી દઈએ કે, છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના મગજના એમઆરઆઈ, રેડિયોલોજી અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું કે મિથુન ચક્રવર્તીને ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર એક્સિડેન્ટ (સ્ટ્રોક) આવ્યો છે. હાલ અભિનેતાની તબિયતમાં ઘણો સુધારો થયો છે. ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT