નગારે ઘા.. LRDના ઉમેદવારોને આ તારીખે આપવામાં આવશે પસંદગી પત્રો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: LRD ભરતીને લઇ મહત્વની જાહેરાત હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ભરતીમાં જે ઉમેદવારોના પ્રમાણપત્રો વેરીફાઈ થઈ ગયા છે. તેવા 9810 LRD ભરતીના ઉમેદવારોને પસંદગી પત્રો આપવામાં આવશે. આગામી 29 ઓક્ટોબરના રોજ ઉમેદવારોને પસંદગી પત્રો આપવામાં આવશે.

દેશમાં દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હવે હસમુખ પટેલની ટ્વિટથી LRD ભરતીના ઉમેદવારોના આનંદમાં વધારો થયો છે. જાતિ પ્રમાણપત્રો વેરીફાઈ થઈ ગયા છે તેવા 9810 LRD ભરતીના ઉમેદવારોને 29 ઓક્ટોબરના રોજ પસંદગી પત્રો આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી યાદી બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે.

જાણો શું કહ્યું હસમુખ પટેલે
હસમુખ પટેલે ટ્વિટ કરતાં કહ્યું કે, જાતિ પ્રમાણપત્રો વેરીફાઈ થઈ ગયા છે તેવા લોકરક્ષક ભરતીના 9,810 ઉમેદવારોની પસંદગી યાદી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ઉમેદવારોને પસંદગી પત્ર આપવાનો કાર્યક્રમ તારીખ 29 ઓક્ટોબરના રોજ રાખવામાં આવનાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT