મોરબીમાં BJP ઉમેદવારને હરાવવા ભાજપના જ અગ્રણીઓ હતા મેદાને? ઓડિયો ક્લિપ વાઈરલ થતા ચકચાર
મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે ભાજપના અગ્રણીની એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં ભાજપ…
ADVERTISEMENT
મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે ભાજપના અગ્રણીની એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં ભાજપ વિરૂદ્ધનો રાજકીય પવન ફૂંકાવવાની વાતો કરી રહ્યા છે. એટલું જ નહીં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિરૂદ્ધ તેમની જ પાર્ટીના અગ્રણીઓ કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. જોકે ગુજરાત તક આ વાઈરલ ઓડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી. ચલો આપણે આ કથિત ઓડિયો ક્લિપ પર નજર કરીએ…
ભાજપના લોકો જ BJP વિરૂદ્ધ મતદાનમાં લાગ્યા…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કથિત વાઈરલ ઓડિયોમાં એક શખસ કહી રહ્યો છે કે ઘાંટીલામાં અમારા ત્યાં 10 લોકો આવ્યા હતા. તે પૂછતા હતા કે ગામમાં કેવી સ્થિતિ છે. તેમના અવાજ પરથી લાગ્યું કે આ બધા ડરી ગયા છે. (અહીં વાત કરી રહેલો શખસ ગામનો હોવાનું અનુમાન છે. તે ભાજપના અગ્રણીને કહેતો હોય એમ લાગે છે) સહકારી અગ્રણીએ જેના જવાબમાં કહ્યું કે ભાજપ તરફી વાતાવરણ છે. આપણે પાર્ટીને મુંગા મોઢે મારવાની છે.
કાંતિભાઈ હારી જાય એવું ગોઠવ્યું છે..
કાંતિલાલના ખર્ચે જ આપણે તેમને ખતમ કરવાના છે. આ કથિત ઓડિયો ક્લિપમાં અગ્રણી એમ પણ કહી રહ્યા છે કે મુંગા મોઢે આ કામ કરવાનું છે. પહેલી તારીખે મતદાન કરવા જઈએ ત્યારે કોંગ્રેસને સમર્થન આપવાનું અને મત આપવાનો છે. સહકારી સંમેલનમાં જવાની વાત પણ આ ક્લિપમાં કરાઈ રહી છે. (અમે ગુજરાત તક આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યા)
ADVERTISEMENT
With Input: રાજેશ આંબલિયા
ADVERTISEMENT