BREAKING: IPS વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા DGP, પે સ્કેલમાં પણ વધારો થયો
અમદાવાદ : ગુજરાતના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયા વય નિવૃત થતા ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સહાયને હવે ગુજરાતના નવા DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયા વય નિવૃત થતા ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સહાયને હવે ગુજરાતના નવા DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ આશિષ ભાટિયા વયનિવૃત્ત થતા વિકાસ સહાયને ઈન્ચાર્જ પોલીસ વડા બનાવાયા હતા. હવે DGP બન્યા બાદ વિકાસ સહાયના પે સ્કેલમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમનો પે સ્કેલ લેવલ 17નો કરવામાં આવ્યો છે અને 2,25,000ના પે મેટ્રિક્સમાં સેલેરી મળશે.
1989ની બેચના IPS છે વિકાસ સહાય
વિકાસ સહાય PSI ભરતી બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેઓ 1989 બેચના IPS અધિકારી છે. તેઓ યુએન માટે પણ કામગીરી કરી ચુક્યા છે. તેઓ બોસ્નીયા જેવા અનેક દેશોમાં પણ યુએન તરફથી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેઓ આણંદ એસપી તરીકે 1999 માં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ ગ્રામીણ એસપી અને ત્યાર બાદ અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત 2005 માં અમદાવાદ શહેર અને 2007 માં સુરત શહેરના સીપી રેન્જ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આઇજી સુરક્ષા અને આઇજી સીઆઇડી આઇબી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવી ચુક્યા છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે ખુબ જ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે.
રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક બન્યા હતા
આ ઉપરાંત 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચુક્યા છે. 2005માં અમદાવાદ શહેર તથા 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી, “રક્ષા શક્તિ યુનિવર્સિટી” ની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી આ પીએમ મોદી તથા ગુજરાત સરકારનો ખુબ જ મહત્વનો અને ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિદેશકના પદ સુધી પહોંચ્યા. તેમના નેતૃત્વ હેઠળ, રક્ષાશક્તિ યુનિવર્સિટીએ આંતરિક સુરક્ષા શિક્ષણશાસ્ત્ર અને સંશોધનમાં મુખ્ય સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
તેઓ મેરીટોરીયસ સર્વિસ માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને વિશિષ્ટ સેવા માટે ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મેળવનારા ચુનંદા પોલીસ અધિકારીઓ પૈકી એક છે. તેઓ પોલીસ તાલીમના અધિક મહાનિર્દેશક અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. ત્યાર બાદ તેઓ પીએસઆઇ ભરતી બોર્ડના વડા તરીકે પણ રહ્યા છે.
ADVERTISEMENT