Devbhumi Dwarka: PM મોદીના હસ્તે સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ, જાણો શું છે તેની ખાસિયત
PM Modi Gujarat Visit Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. PM મોદી આજે દ્વારકા અને રાજકોટ ખાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે
વહેલી સવારે PM મોદી પહોંચ્યા બેટ દ્વારકા
PM મોદીએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું
PM Modi Gujarat Visit Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. PM મોદી આજે દ્વારકા અને રાજકોટ ખાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદીના હસ્તે અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી આજે વહેલી સવારે બેટદ્વારકા ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે બેટ દ્વારકા મંદિરે પૂજા-અર્ચના કરી હતી. જે બાદ PM મોદીએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, આ બ્રિજનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા તા. 7 ઓક્ટોમ્બર 2017ના રોજ કરાયો હતો.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi at Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/uLPn4EYnFM
— ANI (@ANI) February 25, 2024
અંદાજિત 900 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે બ્રિજ
દેશનાં સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજને કુલ 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે આ બ્રિજ બની જતાં વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે.
ADVERTISEMENT
દ્વારકા સુદર્શન સેતુ બ્રિજની વિશેષતા
- દ્વારકા સુદર્શન બ્રિજનું ખાતમુહૂર્ત 2017માં પીએમ મોદીના હસ્તે જ કરવામાં આવ્યું હતું. હવે તેનું લોકાર્પણ થઈ ગયું છે.
- આ બ્રિજ દ્વારકાથી ઓખા થઈ બેટ દ્વારકા જવા માટે બનાવવામાં આવ્યો છે.
- બ્રિજ 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે, બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. સુદર્શન બ્રિજ ફોરલેન 2.32 કિલોમીટર લાંબો છે.
- આ બ્રિજ ભૂકંપ પ્રૂફ અને 250 કિમી ઝડપે આવતા વાવાઝોડામાં પણ સુરક્ષિત રહી શકે છે.
- બ્રિજમાં વપરાયેલા સ્ટીલનું આયુષ્ય 100 વર્ષનું છે
- પહેલા દ્વારકાથી 30-35 કિમી ઓખા આવી બોટ દ્વારા બેટદ્વારકા જવાતું હતું
- હવે આ બ્રિજના કારણે સમય પણ બચશે, અને મોટા વ્હીકલ પણ બ્રિજ પરથી પસાર થઈ બેટ દ્વારકા પહોંચી શકાશે.
- બ્રિજ પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનાથી 1 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે
- વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવ્યું છે.
(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)
ADVERTISEMENT
ADVERTISEMENT