હિમાચલ પ્રદેશની સાથે જ આ તારીખે ગુજરાતની ચૂંટણીના પરિણામ જાહેર થશે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણીની તારીખો 22 ઓગસ્ટ બાદ જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં યોજાનાર ચૂંટણીની તારીખ તથા મતગણતરીની તારીખ જાહેર કરી દીધી છે. હિમાચલ પ્રદેશમાં એક જ ચરણમાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થશે. ગત વર્ષે પણ ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણીમાં મતગણતરી એકસાથે થઈ હતી, ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ મતગણતરી 8 ડિસેમ્બરે થઈ શકે છે.

ગુજરાતમાં આજે કેમ ચૂંટણીની તારીખ જાહેર ન કરાઈ
ગુજરાતમાં હજુ ઘણા સરકારી કાર્યક્રમો બાકી છે. આગામી 18થી 22 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં ડિફેન્સ ઓક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. અગાઉ આ એક્સપો માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ વિવિધ કારણોસર તેને પાછો ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત 19 અને 20 ઓક્ટોબરે ગુજરાતમાં આવી રહ્યા છે, એવામાં હજુ ઘણા સરકારી કાર્યક્રમો યોજાવાના બાકી છે. એવામાં ગુજરાતમાં ચૂંટણીની તારીખો હાલમાં જાહેર કરવામાં આવી નથી. જોકે ગત વખતની જેમ મતની ગણતરી આ વખતે હિમાચલ પ્રદેશના સાથે 8 ડિસેમ્બરે કરવામાં આવી શકે છે.

આ વખતે 8 લાખથી વધુ યુવા મતદારો વોટ આપશે
નોંધનીય છે કે, તાજેતરમાં જ ચૂંટણી પંચે 2022ની વિધાનસભા ચૂંટણી માટે આખરી મતદારયાદીની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમ કુલ 8.64 લાખ જેટલા યુવા મતદારો આ વખતે પહેલી વખત વોટ આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT