દરેક કૉલ પર દેખાશે કોલરનું અસલી નામ, સરકાર લાવી રહી છે TrueCaller જેવી સર્વિસ
Government TrueCaller: શું તમે પણ દરરોજ આવતા સ્પામ કોલ (Spam Calls)થી પરેશાન છો?
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સરકાર પણ રજૂ કરશે TrueCaller જેવી સર્વિસ
કોલ આવશે ત્યારે કોલરનું અસલી નામ પણ દેખાશે
ફેક કોલ્સને રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે
Government TrueCaller: શું તમે પણ દરરોજ આવતા સ્પામ કોલ (Spam Calls)થી પરેશાન છો? તો હવે ચિંતા ન કરો, સરકાર ટૂંક સમયમાં જ તમારી સમસ્યાને દૂર કરવા જઈ રહી છે. જે બાદ તમને પહેલા જ કોલ કરનારનું નામ સ્ક્રીન પર જોવા મળશે. સરકાર પણ હવે TrueCaller જેવી સર્વિસ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ સુવિધા તમને કોલ આવતા પહેલા જ જાણ કરશે કે તમને કોણ ફોન કરી રહ્યું છે અને તેનાથી સ્કેમથી પણ બચી શકાશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
TRAIએ શેર કર્યો ડ્રાફ્ટ
માહિતી અનુસાર, જે રીતે ટ્રુ કોલર પર ફેક કોલ આવે ત્યારે એલર્ટ મોકલે છે, તેવી જ રીતે હવે સરકાર પણ આવી જ એક સર્વિસ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. આ ફીચરને જાહેર કરવા માટે TRAIએ ડ્રાફ્ટ પણ શેર કર્યો છે. આ ફીચરના લોન્ચ થયા બાદ કોઈનો કોલ આવશે ત્યારે નંબરની સાથે કોલરનું અસલી નામ પણ દેખાશે. સ્ક્રીન પર તમને કોલરનું એ જ નામ દેખાશે જે તેણે તેના મોબાઈલ કનેક્શનના વેરિફિકેશન દરમિયાન આપ્યું હશે. આ ફીચર ફેક કોલ્સને રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.
શું TrueCaller ને નુકસાન થશે?
જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંકને ક્યાંક આ ફીચર ટ્રુકોલર (TrueCaller)ને ટક્કર આપશે, કારણ કે કોલરની વધુ વિગતો જોવા માટે ટ્રુકોલર એક પ્લાન ઓફર કરે છે જેના પછી તમે કોલરની તમામ વિગતો જોઈ શકો છો. જ્યારે સરકાર દ્વારા રજૂ કરવામાં આવી રહેલ આ ફીચર ફ્રી હોવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
સ્પામ કોલ્સ કેવી રીતે બ્લોક કરવા?
- જો તમને પણ ઘણા બધા સ્પામ કોલ્સ (Spam Calls) આવી રહ્યા છે, તો તમે તેને ખૂબ જ સરળતાથી બ્લોક કરી શકો છો.
- આ માટે તમારે તમારા ફોનમાં ગૂગલ ડાયલરનો ઉપયોગ કરવો પડશે.
- ગૂગલ ડાયલર ઓપન કરો, અહીં તમને ત્રણ ડોટ્સ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- જે બાદ ડાયલર સેટિંગ્સ ખુલશે. અહીં તમને કોલર આઈડી અને સ્પામનો એક ઓપ્શન દેખાશે, તેને ઓપન કરો.
- આ પછી તમને ત્રણ અલગ-અલગ ઓપ્શન - Identify, Filter Spam Calls અને Verified Calls દેખાશે, તેને ઓન કરી દો.
- હવે તમે સ્પામ કોલ્સથી બચી જશો.
ADVERTISEMENT