20,000 કરોડનો FPO કેમ પાછો ખેંચ્યો? રોકાણકારનો સમજાવવા Gautam Adani પોતે સામે આવ્યા
અમદાવાદ: અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 20,000 કરોડ રૂપિયાના ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ને બુધવારે પાછો ખેંચી લીધો. આ બાદ પહેલીવાર ગૌતમ અદાણીએ પોતે…
ADVERTISEMENT
અમદાવાદ: અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 20,000 કરોડ રૂપિયાના ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ને બુધવારે પાછો ખેંચી લીધો. આ બાદ પહેલીવાર ગૌતમ અદાણીએ પોતે સામે આવીને રોકાણકારોને સમજાવ્યા છે અને FPOને પરત લેવાનું કારણ પણ જણાવ્યું છે. 20000 કરોડ રૂપિયા માટે આ FPO 27 જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 31 જાન્યુઆરીએ ફુલ સ્બ્ક્રાઈબ થઈને બંધ થયો હતો.
કેમ FPO પાછો લીધો?
ગૌતમ અદાણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઈબ FPO બાદ મંગળવારે તેને પરત લેવાના નિર્ણયે ઘણા લોકોને ચોંકાવી દીધા હશે. પરંતુ કાલે માર્કેટમાં આવેલી વધ-ઘટને જોતા બોર્ડે અનુભવ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નહીં હોય. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, શેર બજારમાં વધઘટ અને માર્કેટને જોતા કંપનીનું ઉદ્દેશ્ય પોતાના રોકાણકારના હિતોની રક્ષા કરવાનું છે. આથી અમે FPOથી મળેલી રકમ પાછી કરવા જઈ રહ્યા છીએ અને તેની સાથે જોડાયેલી તમામ લેવડ-દેવડને ખતમ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, 20 હજાર કરોડનો FPO રદ્દ કર્યો, રોકાણકારોને પૈસા પરત કરશે
ADVERTISEMENT
‘મારા માટે રોકાણકારોનું હિત સર્વોપરી’
ગૌતમ અદાણીએ કહ્યું કે, મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. આથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO પાછો લઈ લીધો છે. આ નિર્ણયનો અમારા હાલના કામકાજ અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ પ્રભા નહીં પડે. સાથે તેમણે કહ્યું કે, એક બિઝનેસમેન તરીકે 4 દાયકાથી વધારે મારી સફરમાં મને તમામ હિતધારકો ખાત કરીને રોકાણકારોના ગ્રુપનું ભારે સમર્થન મળ્યું છે. મારા માટે આ સ્વીકારવું મહત્વપૂર્ણ છે કે મેં જીવનમાં જે પણ થોડું-ઘણું મેળવ્યું છે તે તેમના વિશ્વાસ અને ભરોસાના કારણે છે. હું બધી સફળતાનો શ્રેય તેમને જ આપું છું.
શું હોય છે FPO?
ફોલો-ઓન-પબ્લિક ઓફર (FPO)ને સેકન્ડરી ઓફરિંગના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ એક એવી પ્રોસેસ છે, જે અંતર્ગત સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કંપની વર્તમાન શેરધારકોની સાથે સાથે નવા રોકાણકારોને પણ શેર જારી કરે છે.
ADVERTISEMENT
Adani એન્ટરપ્રાઈઝના શેરમાં 28 ટકાનો ઘટાડો
નોંધનીય છે કે, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં બુધવારે પણ 28.5 ટકા ઘટીને 2128.70 રૂપિયા પર બંધ થયો. અદાણી એન્ટરપ્રાઈઝે 3112 રૂપિયાથી 3276 રૂપિયાના પ્રાઈસ બેન્ડમાં શેર વેચ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેર પોતાના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરથી 49 ટકાથી વધુ નીચે છે. માત્ર એક અઠવાડિયામાં જ તેના સ્ટોકમાં 37 ટકાથી વધુ ઘટાડો થયો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT