FSLની ટીમ મોરબી ઘટનાસ્થળે પહોંચી, ઝૂલતા પુલના કાટમાળના નમૂના લેવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. તેવામાં અત્યારે પોલીસની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ છે. આ દર્દનાક દુર્ઘટનાએ અનેક પરિવારને વિખૂટા પાડી દીધા છે. ત્યારે હવે FSLની ટીમ મોરબી ખાતે પહોંચી ગઈ છે. ઝૂલતા પુલ દુર્ઘટના પછી પુલના કાટમાળમાંથી નમૂના લેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ તમામના આધારે એક રિપોર્ટ કરવામાં આવશે અને પછી આ દુર્ઘટના પાછળનું યોગ્ય કારણ બહાર આવશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ તેજ…
FSLની ટીમ ઝૂલતા પુલ દુર્ઘટના પછી પુલના કાટમાળની તપાસ કરવા માટે પહોંચી છે. અહીં તેમના દ્વારા કાટમાળના નમૂનાઓ લેવાઈ રહ્યા છે. અત્યારે ટીમે એ સ્થાનની તપાસ પણ શરૂ કરી દીધી છે, જ્યાંથી પુલ તૂટ્યો હતો. અહીં યોગ્ય તપાસ દ્વારા કેબલ જ્યાંથી તૂટ્યો છે એ સ્થાનના નમૂના લેવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

આની સાથો સાથ આસપાસની જે અન્ય જગ્યાઓ છે ત્યાંથી પણ નમૂનાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ તમામ નમૂનાઓ એકત્ર કર્યા પછી FSLનો રિપોર્ટ આવશે અને એના પરથી જાણ થશે કે સસ્પેન્શન બ્રિજ તૂટવાનું મુખ્ય કારણ શું હતું.

ADVERTISEMENT

રાજવી પરિવારે દુર્ઘટનાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
મોરબીની ઘટનામાં 135થી વધુ લોકો મોતને ભેટ્યા. પરિવારો વેર વિખેર થયા અને આંસુઓની ધારાઓથી ગુજરાત થરથરી ઉઠ્યું. રવિવારે સાંજે અચાનક બનેલી આ ઘટનામાં થયેલી મોટી જાનહાનીથી દેશ દુનિયામાં લોકો દુખી થયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ઠેરઠેર મૃતકોના ન્યાયની માગણી માટે કેન્ડલમાર્ચ પણ યોજાઈ હતી.

ADVERTISEMENT

જેનાથી જેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તે રીતે હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીના રાજવી પરિવારે આ અંગે બુધવારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ 1-1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પણ જો કોઈ બીજી મદદ અમે કરી શકીએ તો તે માટે પણ લોકો તેમની સાથે વાત કરી શકે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આજે ગુરુવારે મોરબીમાં દરબારગઢ ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું.

(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)

    follow whatsapp

    ADVERTISEMENT