પડતર માગણીઓને લઈને ખેડૂતો વધુ આક્રામક મૂડમાં, ગાંધીનગરમાં આજે બંધનું એલાન
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર સામે એક બાદ એક વિવિધ સંગઠનો બાંયો ચઢાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 11 દિવસથી પોતાની પડતર માગણીઓને લઈને ધરણા કરી…
ADVERTISEMENT
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર સામે એક બાદ એક વિવિધ સંગઠનો બાંયો ચઢાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 11 દિવસથી પોતાની પડતર માગણીઓને લઈને ધરણા કરી રહેલા ખેડૂતોએ સરકાર દ્વારા કોઈ આશ્વાસન ન અપાતા હવે તેમણે પોતાનું આંદોલન વધુ તેજ કર્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ગાંધીનગરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.
સમાન વીજ દર-જમીન માપણી સહિત 11 માગણીઓ
ખેડૂતોની સમાન વીજ દર, જમીન માપણી સહિતની 11 માગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યભરના વિવિધસ્થળોએ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જ કિસાન સંઘ દ્વારા અમદાવાદ-ઉદેપુર હાઈવે ચક્કાજામ કરાયો હતો. જેના કારણે અનેક વાહનો હાઈવે પર અટવાઈ ગયા હતા.
ગાંધીનગરમાં કલમ 144 લાગુ
બીજી તરફ ગાંધીનગરમાં અન્ય સંગઠનો પણ સરકાર સામે પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે ગાંધીનગરમાં 17મી સપ્ટેમ્બર સુધી 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં રેલી અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT