Elvish Yadav એ યુવકને માર્યો ઢોર માર, જાનથી મારી નાખવાની આપી ધમકી; FIR નોંધાઈ
Elvish Yadav: બિગ બોસ OTT વિનર યુટ્યુબર એલ્વિશ યાદવનો મારપીટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મારપીટનો વીડિયો આખો દિવસ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતો રહ્યો.
ADVERTISEMENT

સમાચાર હાઇલાઇટ્સ

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી

પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

યુટ્યુબરને માર મારી આપી ધમકી
Elvish Yadav: બિગ બોસ OTT વિનર યુટ્યુબર એલ્વિશ યાદવનો મારપીટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મારપીટનો વીડિયો આખો દિવસ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતો રહ્યો. એલ્વિશ યાદવ અને તેના સાથીઓએ સાગર ઠાકુર ઉર્ફે 'મૈક્સટર્ન' નામના યુટ્યુબરની સાથે સેક્ટર-53માં આવેલા સાઉથ પોઈન્ટ મોલમાં મારપીટ કરી હતી. ફરિયાદના આધારે સેક્ટર-53 પોલીસે શુક્રેવારે મોડી રાતે IPCની કલમ 149, 147, 323 અને 506 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે પોલીસે એલ્વિશ યાદવને આરોપી બનાવ્યો છે.
2021થી એલ્વિશને ઓળખે છે
મૂળ દિલ્હીના સમતા વિહાર મુંકદપુરના રહેવાસી સાગર ઠાકુરે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'મૈક્સટર્ન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના હજારો અને લાખોમાં ફોલોઅર્સ છે. તેણે જણાવ્યું કે તે એલ્વિશ યાદવને વર્ષ 2021થી ઓળખે છે. મૈક્સટર્નએ ફરિયાદમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી એલ્વિશ યાદવ દ્વારા આપવામાં આવી રહેલા નફરતભર્યા ભાષણને કારણે તે દુઃખી હતો, તેથી તે તેની સાથે મળીને વાત કરવા માંગતો હતો.
इल्विश यादव का यह वीडियो वायरल हो रहा है. मारपीट से पहले इल्विश यादव ने धमकी दी थी. जिसके बाद फिल्मी अंदाज में पहुंच लड़के को बुरी तरह पीटा. pic.twitter.com/usL9gGfvHN
— Priya singh (@priyarajputlive) March 8, 2024
મિત્રો સાથે આવીને માર્યો માર
આરોપ મુજબ, જ્યારે તે ગુરુવારે મળવા માટે ગુરુગ્રામ પહોંચ્યો. ત્યારે ગુરુવારે મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ અલ્વિશ યાદવ તેના આઠથી દસ સાથીઓ સાથે સેક્ટર-53 ખાતે આવેલા સાઉથ પોઈન્ટ મોલમાં પહોંચ્યો હતો અને માર મારવાનું શરૂ કર્યું હતું. એલ્વિશે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાગરનો આરોપ છે કે તે સમયે એલ્વિશ નશામાં હતો.
ADVERTISEMENT
વીડિયો બનાવીને આપી જાણકારી
એલ્વિશ યાદવે વીડિયોમાં સમગ્ર ઘટના વિશે વિગતવાર માહિતી આપી. એલ્વિશે જણાવ્યું ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની મેચ મુંબઈમાં રમાઈ હતી. મેચના મુનાવર ફારુકી સાથેના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ ગયા હતા. જે બાદ કેટલાક લોકોએ તેમના પર હિન્દુત્વને લઈને ઘણી ટિપ્પણીઓ કરી. જે બાદ વિવાદ ઘણો વધી ગયો. એલ્વિશ અને સાગર ઠાકુરની સાથે ઉગ્ર બોલાચાલી થઈ. વિવાદ વધતા એલ્વિશે વીડિયોમાં જણાવ્યું કે, એક યુવકે કેટલીક ખોટી પોસ્ટ કરી હતી અને તેની સાથે દુવ્યવહાર પણ કર્યો હતો. તે અપશબ્દો સાંભળશે નહીં. આવી સ્થિતિમાં કોઈને એવું લાગે છે કે એલ્વિશ યાદવ ફોલોઅર્સ વધારવા માટે આવું કરે છે, તો તેઓ મને ફોલો કરવાનું બંધ કરી શકે છે.
વીડિયો દ્વારા તપાસ શરૂ કરાઈ
આ મામલાની માહિતી આપતાં સેક્ટર-53 પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેન્દ્ર સિંહે કહ્યું કે ફરિયાદ પર એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.મામલો તપાસ હેઠળ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT