કોંગ્રેસે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા, જાણો ECએ વળતા જવાબમાં શું કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. જેમાં મતદાન 2 તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના દિવસે યોજાશે. તેવામાં આ અંગે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરી હતી. તેવામાં કોંગ્રેસના નેતાએ તારીખો જાહેરાત મુદ્દે EC પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કરાયો હોવાના આક્ષેપ લગાવ્યા હતા. આની સાથે વડાપ્રધાન મોદીના કાર્યક્રમો પછી આની જાહેરાત કરાઈ હોવાના સણસણતા નિવેદન આપતા રાજકારણ ગરમાયું હતું. જોકે ત્યારપછી ચૂંટણી પંચે પણ આનો વળતો જવાબ આપ્યો હતો. જાણો સમગ્ર ઘટનાક્રમ…

ચૂંટણી પંચે આપ્યો વળતો જવાબ…
કોંગ્રેસના નેતા અજય કુમારે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમોની રાહ જોવાઈ રહી હતી. તેમની સગવડતાએ જાણે ચૂંટણી જાહેર કરાઈ હોય એવા સંકેતો પણ આપ્યા હતા. જેના જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું કે મોરબીમાં દુઃખદ દુર્ઘટના ઘટી હતી. જેના પરિણામે રાજ્યમાં ગઈકાલે રાજ્યવ્યાપી શોક હતો. હવે ચૂંટણી જાહેરાતમાં વિલંબ થયો એની પાછળ ઘણા પરિબળો રહેલા છે.

પક્ષ નિષ્પક્ષ ચૂંટણી માટે કટિબદ્ધ- કમિશનર
વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે પરિણામો પર જો સવાલો ઉઠાવવામાં આવે છે તો એ મતદાતાઓનું અપમાન કર્યું સમાન છે. અત્યારે પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ADVERTISEMENT

રાજીવ કુમારે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પહેલા અમારી પાસે લાંબા લાંબા પત્રો આવે છે કે EVMમાં ખામી છે. આમા કઈક ગડબડ છે. ઉમેદવારો ઘણા કારણોસર EVM પર સવાલો ઉઠાવતા આવ્યા છે પરંતુ પરિણામ પછી એમને થાય છે કે મારે આવા સવાલો નહોતા ઉઠાવવા જોઈતા કારણ કે પરિણામ તો એમના જ તરફેણમાં આવ્યું છે. હવે પછી જો પરિણામ તરફેણમાં આવી જાય છે તો આ સવાલ ઉઠાવનારા ઉમેદવારો કોઈપણ પ્રકારનો વિરોધ નથી કરતા અને પરિણામને સ્વીકાર કરી લે છે.

ક્રિકેટમાં પણ અમ્પાયર સામે આરોપ લગાવાય છે- ચૂંટણી કમિશનર
EVM સામે સવાલો ઉઠતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જ્યારે પરિણામ સામે આવે છે ત્યારે સવાલ ઉઠાવનારાને પણ એમ ખબર પડે છે કે મારે આ પ્રશ્ન નહોતો ઉઠાવવો જોઈતો. વળી ક્રિકેટમાં જેમ ઘણીવાર અમ્પાયર પર પણ આરોપો લાગતા જ હોય છે. હવે ચૂંટણીમાં કોઈ થર્ડ અમ્પાયર તો નથી પરંતુ અત્યારે જે પરિણામો આવે છે તે નિષ્પક્ષતાનો એક મોટો પુરાવો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT