Loksabha Election: 'ચૂંટણી લડવા માટે અમારી પાસે પૈસા નથી', કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડેનું છલકાયું દર્દ

ADVERTISEMENT

Statement by Mallikarjun Kharge
કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાના પણ પૈસા નથી!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન

point

પાર્ટી ફંડ્સની સમસ્યાનો કરી રહી છે સામનો

point

'સરકારે ફ્રીઝ કરી દીધા છે અમારા ખાતા'

Statement by Mallikarjun Kharge: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સંકેત આપ્યો કે પાર્ટી ફંડ્સની સમસ્યાનો સામનો કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે જે બેંક ખાતાઓમાં લોકો દ્વારા દાનમાં આપવામાં આવેલા પૈસા રાખવામાં આવ્યા હતા, તેને NDA સરકારે ફ્રીઝ કરી દીધા છે, જેથી અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. બીજી બાજુ પાર્ટીને આવકવેરા વિભાગ દ્વારા ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

મલ્લિકાર્જુન ખડગેએ લોકોને કર્યું આહ્વાન

ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેશમાં બંધારણ અને લોકતંત્રને બચાવવા માટે લોકોને એકસાથે મજબૂતીથી ઉભા રહેવા અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવાનું પણ આહ્વાન કર્યું છે. 

આ પણ વાંચોઃ 'CAA ક્યારેય પાછું નહીં ખેંચાય, વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યો છે', અમિત શાહ

ભાજપ પર સાધ્યું નિશાન

ચૂંટણીમાં દરેકને સમાન તક મળવી જોઈએ આ વાત પર ભાર આપતા મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર બેંક ખાતાઓને ફ્રીઝ કરાવવાનો અને આવકવેરા વિભાગ દ્વારા ભારે દંડ ફટકારવાનો આરોપ લગાવતા કહ્યું કે, " તેઓ (ભાજપ) સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવા છતાં ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા હજારો કરોડ રૂપિયાનો ખુલાસો કરવા માટે તૈયાર નથી'' તેમણે કહ્યું કે, "આ આપણા પૈસા છે, જે તમે લોકોએ દાન દ્વારા આપ્યા છે, પરંતુ ફ્રીજ થવાના કારણે અમે એ પૈસાનો ઉપયોગ કરવામાં અસમર્થ છીએ... જ્યારે તેઓ (ભાજપ) ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા નાણાંનો ખુલાસો કરી રહ્યા નથી, તેમને ખબર છે કે આમ કરવાથી તેમના ખોટા કામ સામે આવી જશે તેથી તેમણે જુલાઈ સુધીનો સમય માંગ્યો છે.''

ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાતની 26 બેઠકોમાંથી BJP ના 22 મુરતિયાઓ નક્કી, જાણો કોનું પત્તું કપાયું, કઈ બેઠક પર ઉમેદવાર બાકી?

 

જનતાએ કોંગ્રેસને વિજયી બનાવવાનો લીધો નિર્ણય


તેમણે એવો પણ દાવો કર્યો કે, કાલાબુર્ગી (ગુલબર્ગા)ના લોકોએ "પોતાની ભૂલ સુધારવા" અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2019ની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે આ સીટ પરથી હારી ગયા હતા. હકીકતમાં 2019ની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને ગુલબર્ગામાં ભાજપના ઉમેશ જાધવ દ્વારા 95,452 મતોના માર્જિનથી પરાજય મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT