જરાય શરમ નથી આવતી? હવે કોન્ડમના પેકેટ પર પણ ચૂંટણીનો પ્રચાર, આ બે પાર્ટીઓના નેતાઓ ઘરે-ઘરે જઈને વહેંચી રહ્યા છે પેકેટો!

ADVERTISEMENT

andhra-pradesh
રાજનીતિમાં કોન્ડમની એન્ટ્રી!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કોન્ડોમનો પણ ચૂંટણી પ્રચારની યાદીમાં સામેલ

point

આંધ્રપ્રદેશમાં વહેચવામાં આવી રહ્યા છે પેકેટો

point

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે શું-શું નથી કરતા. રાજકીય પક્ષો માટે ચૂંટણી પહેલા અનાજ, પૈસા, દારૂ અને સાડીઓ વહેંચવી સામાન્ય બાબત છે. પરંતુ આ મામલો અહીં અટક્યો નથી. દારુ અને સાડી બાદ હવે કોન્ડોમનો પણ ચૂંટણી પ્રચારની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરાક્રમ આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે, જ્યાં રાજ્યના બંને મુખ્ય રાજકીય પક્ષો પર કોન્ડોમના પેકેટ પર તેમના ચૂંટણી ચિન્હ અને પાર્ટીનું નામ છપાવીને તેને ઘરે-ઘરે વહેંચવાનો આરોપ લાગ્યો છે. આને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઘરે-ઘરે જઈને વહેંચવામાં આવી રહ્યા છે કોન્ડમ

 

વીડિયોમાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે અને તેમના પક્ષના ચૂંટણી ચિન્હ સાથે કોન્ડોમ વહેંચી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે કોન્ડોમ વહેંચવા બદલ બંને પક્ષોએ એકબીજાની ટીકા કરી છે.

YSRCP પાર્ટીએ TDPને આડે હાથ લીધી

 

જગન મોહન રેડ્ડીની YSRCP પાર્ટીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર TDPને  આડેહાથ લેતા એવું પૂછ્યું છે કે પાર્ટી ક્યા સુધી આવી હરકતો કરશે. શું આ કોન્ડમની સાથે જ આ પ્રકારનો ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે કે પછી હવે ઘરે-ઘરે જઈને વાયગ્રા વહેચવાનું શરૂ કરવામાં આવશે? જેના જવાબમાં TDPએ YSRCPના લોગો સાથેના સમાન કોન્ડોમના પેકેટનો ફોટો પોસ્ટ કર્યો છે અને પૂછ્યું છે કે શું આ એ જ તૈયારી 'સિદ્દામ' છે જેની પાર્ટી વાત કરી રહી હતી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT