બાબરા નગરપાલિકાનો અણઘડ વહીવટ, કરોડોનું વીજબીલ ન ભરતા નાગરિકો પાણી વગર રહેવા મજબૂર

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા, અમરેલીઃ એક તરફ સરકાર નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ આપવાની વાતો કરે છે પરંતુ બીજી તરફ સરકારી અધિકારીઓની કામગીરી સરકારના દાવાઓથી વિરુદ્ધ દિશામાં ચાલતી હોય તેવુ લાગી રહ્યું છે. અમરેલીમાં બાબરા PGVCLએ પાલિકાના વોટરવર્કસનું કનેક્શન કાપી નાંખ્યું છે. નોટિસ ફટકારવા છતાં વીજબીલ ન ભરવાને કારણે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં નગરપાલિકાનો અણઘડ વહીવટ સામે આવ્યો છે. 15 દિવસથી નોટિસ પર નોટિસ આપવા છતાં નગરપાલિકાએ વીજબીલ ન ભર્યું.બાબરા PGVCLની ટીમે પાલિકાના વોટરવકર્સનું કનેક્શન કાપી નાંખ્યું છે. પાલિકાના અણઘડ વહીવટના કારણે નાગરિકોને અસુવિધા ભોગવવાનો વારો આવ્યો છે. જે નાગરિકો સમય પર ટેક્સ ભરે છે તેમને નાણાં આપવા છતાં પણ પીવાના પાણીથી વંચિત રહેવુ પડે તેવી સ્થિતી અત્યારે ઉદભવી છે. બાબરા પાલિકાએ બાકી વીજબીલ ન ભરતા આ પ્રકારની આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે બાબરા પાલિકાને વીજબીલ ભરવા માટે 15 દિવસ પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ પાઠવવા છતાં બીલ ન ભરવામાં આવ્યું.

કરોડોનું વીજબીલ ભરવાનું બાકી
બાબરા પાલિકાનું વોટર વર્કસનું 4 કરોડ 36 લાખ રુપિયાનું કુલ વીજબીલ ભરવાનું બાકી બોલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે અગાઉ પણ પાલિકાએ વીજબીલ ન ભરતા નાગરિકોએ અંધારપટનો સામનો કરવા મજબૂર બનવુ પડ્યું હતું. અગાઉ વર્ષ 2017માં બાબરા પાલિકાએ સ્ટ્રીટ લાઈટનું બીલ ન ભરતા સમગ્ર તાલુકામાં લાઈટ કનેક્શન કટ કરવામાં આવતા દોઢ દિવસ સુધી લાઈટ અંધારપટ છવાયો હતો. શહેરના નાગરિકો દોઢ દિવસ સુધી અંધારામાં રહેવા મજબૂર બન્યા હતા,ત્યારે હવે પાણી વગર રહેવા પણ મજબૂર બન્યા છે. હજુ પાલિકા ક્યારે બીલ ભરશે તેની કોઈ માહિતી સામે નથી આવી એટલે નાગરિકોને ઘણા દિવસો સુધી આ પરેશાની ઉઠાવી પડી શકે છે. આપને જણાવી દઈએ કે બાબરા શહેરનું વોટર વર્ક્સનું મહિને 6 લાખ રુપિયા બીલ આવે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચોઃ  અંબાલાલ પટેલે કહ્યું, માવઠું પડશે, હવામાન વિભાગ કહે છે- વરસાદના કોઈ એંધાણ નહીં, જાણો શું થયું

પાલિકાને નોટિસ આપવા છતાં ન ભર્યુ પગલું
માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે એટલે તમામ કચેરીઓ પોતાના બાકી નીકળતા એરિયર્સને લઈને કાર્યવાહી કરતી હોય છે. તેમાં PGVCLએ પણ વોટર વર્ક્સ કાપીને કડક કાર્યવાહી કરી છે. કારણ કે તેમના દ્વારા નોટિસો આપીને સમય-સમય પર ફોલોઅપ લેવામાં આવતુ હોય છે પરંતુ જો પાલિકા દ્વારા કોઈ પગલુ લેવામાં ન આવે ત્યારે આ પ્રકારની કડક કાર્યવાહી કરવાની ફરજ પડતી હોય છે. જો કે આ તમામ બાબતો ભોગ બીચારી જનતાને બનવુ પડતુ હોય છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT