CAA લાગુ થતાં જ આ રાજ્યમાં શરૂ થયો વિરોધ, 11 માર્ચને ગણાવ્યો 'Black Day'

ADVERTISEMENT

Protest Against CAA In Assam
CAA લાગુ થતાં જ વિરોધ શરૂ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

લોકસભાની ચૂંટણી પહેલાં CAA લાગું

point

બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

point

આસામમાં વિરોધ પક્ષોએ શરૂ કર્યો વિરોધ

Protest Against CAA In Assam :  કેન્દ્ર સરકારે આગામી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એ પહેલાં જ દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (Citizenship Amendment Act) એટલે કે CAA લાગું કર્યું છે. આ કાયદાના અમલથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. શાસક પક્ષે તેનું સ્વાગત કર્યું છે, તો વિપક્ષે તેનો વિરોધ કર્યો છે અને તેના સમય પર સવાલો ઉઠાવ્યા છે. CAA લાગુ થયા બાદ આસામમાં વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.

આસામમાં વિરોધ પ્રદર્શન

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે નાગરિકતા સંશોધન કાયદો લોકસભાની ચૂંટણી પહેલા અમલમાં આવી જશે. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી આને લઈને તંગદિલીનો માહોલ છે. હવે CAA લાગુ થયા બાદ પ્રાદેશિક સંગઠનો અને વિરોધ પક્ષો દ્વારા વિરોધના આહ્વાનને ધ્યાનમાં રાખીને ગુવાહાટીમાં રસ્તાઓ પર વાંસના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આ સાથે વિધાનસભા અને જનતા ભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ CAA ને લઈ નોટિફિકેશન જાહેર, લોકસભા ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય


કોટન યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન

CAA લાગુ થયા બાદ સોમવારે રાત્રે જ કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. કોટન યુનિવર્સિટીની સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.આસામ રાષ્ટ્ર પરિષદના પ્રમુખ લુરીનજ્યોતિ ગોગોઈ (Lurinjyoti Gogoi)એ 11 માર્ચને આસામ માટે 'કાળો દિવસ' ગણાવ્યો હતો અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી. આસામ રાષ્ટ્ર પરિષદની રચના 2019 ના CAA સામેના વિરોધ બાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ CAA: નાગરિકતા સંશોધન કાયદો શું છે? તેના લાગુ થવાથી દેશમાં શું ફેરફાર થશે, જાણો A to Z

 

ADVERTISEMENT

આસામમાં CAA વિરોધ પ્રદર્શનોની જોવા મળી સૌથી વધુ અસર

નોંધનીય છે કે, જ્યારે 2019માં CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા ત્યારે તેની સૌથી વધુ અસર આસામમાં જોવા મળી હતી. અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ 5 લોકોના મોત થયા હતા. દેશના અન્ય ભાગોમાં CAAનો વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે તેના હેઠળ ફક્ત બિન-મુસ્લિમ શરણાર્થીઓને જ ભારતીય નાગરિકતા મળશે, જ્યારે આસામમાં લોકો 24 માર્ચ, 1971 પછી આસામમાં પ્રવેશેલા કોઈપણ વિદેશી શરણાર્થીને નાગરિકતા આપવાની વિરુદ્ધમાં છે.  પછી ભલે તે કોઈપણ ધર્મના હોય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT