રાજકારણના ચાણક્ય અમિત શાહનો આજે જન્મદિવસ, દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભકામના
અમદાવાદ: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજકારણના ચાણક્ય અમિત શાહનો જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ શુભકામના પાઠવી છે.…
ADVERTISEMENT
અમદાવાદ: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજકારણના ચાણક્ય અમિત શાહનો જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ શુભકામના પાઠવી છે. અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મળીને 2014માં ભાજપને પહેલા કેન્દ્ર, પછી ધીમે-ધીમે મોટાભાગના રાજ્યોમાં સત્તા લાવવામાં તેમની ભૂમિકા બહુ મહત્વની રહી છે. 2019માં જ્યારે બીજેપી પોતાના દમ ઉપર પૂર્ણ બહુમતી મેળવીને કેન્દ્રની સત્તામાં પાછી આવી તો મોદીએ શાહને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરીને સરકારમાં સામેલ કર્યા. ગૃહ મંત્રી તરીકે શાહે દેશનું સૌથી મુશ્કેલ અને મહત્વનું મંત્રાલય સંભાળ્યું છે. આજે અમિત શાહના 58માં જન્મ દિવસ નિમિતે દેશના દિગ્ગજ નેતાઓએ શાહને જન્મદિવસની પાઠવી શુભેચ્છાઓ.
વડાપ્રધાને ટ્વિટ કરી પાઠવી શુભકામના
મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, અમિત શાહજી ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે અસંખ્ય પ્રયાસો કરી રહ્યા છે. તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રના સુધારામાં પણ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. તે આપણા દેશની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન જીવે.
Birthday greetings to Shri @AmitShah Ji. As India’s Home Minister he is making numerous efforts for our nation’s progress. He is also doing commendable work in reforming the important cooperatives sector. May he lead a long and healthy life in service of our nation.
— Narendra Modi (@narendramodi) October 22, 2022
ADVERTISEMENT
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પાઠવી શુભેચ્છા
ઊર્જા, પરિશ્રમ, જ્ઞાન અને કાર્યક્ષમતાથી સમૃદ્ધ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતશાહને જન્મદિવસની શુભકામનાઓ. રાષ્ટ્ર નિર્માણ માટે તમારી મહેનત અને સેવા બધા માટે અનુકરણીય છે. હું તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
ऊर्जा, कर्मठता, ज्ञान और कार्यकुशलता के धनी, केंद्रीय गृह एवं सहकारिता मंत्री माननीय श्री @AmitShah जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
राष्ट्र निर्माण के प्रति आपका परिश्रम और सेवाभाव सभी के लिए अनुकरणीय है। ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन की प्रार्थना करता हूँ। pic.twitter.com/mweQbJp36S
— Jagat Prakash Nadda (@JPNadda) October 22, 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના
ગુજરાતના પનોતા પુત્ર,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજીને જન્મદિવસની હાર્દિક શુભકામના. આધુનિક ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન રહે, આપનું નવું વર્ષ નિરોગી, નિર્વિઘ્ન અને યશવૈભવપૂર્ણ રહે તેવી અંત:કરણથી શુભેચ્છા પાઠવું છું.
ગુજરાતના પનોતા પુત્ર,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજીને જન્મદિવસની હાર્દિક શુભકામના. આધુનિક ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન રહે, આપનું નવું વર્ષ નિરોગી, નિર્વિઘ્ન અને યશવૈભવપૂર્ણ રહે તેવી અંત:કરણથી શુભેચ્છા પાઠવું છું. pic.twitter.com/Fr0smvWN0q
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 22, 2022
અરવિંદ કેજરીવાલે પાઠવી શુભેચ્છાઓ
માનનીય કેન્દ્રીય મંત્રી અમિત શાહજી ને જન્મદિવસની શુભેચ્છાઓ. હું તમારા લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.
Birthday greetings to Hon’ble Union Minister Shri @AmitShah ji. I pray for your long and healthy life.
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 22, 2021
ADVERTISEMENT