Breaking: ગાંધીનગર જૂના સચિવાલયની કચેરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે
ગાંધીનગરઃ શુક્રવારે વહેલી સવારે જૂના સચિવાલયના બ્લોક નંબર-16ની કચેરીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બીજા માળ પર આવેલી કચેરીમાં અચાનક આગ ફાટી…
ADVERTISEMENT
ગાંધીનગરઃ શુક્રવારે વહેલી સવારે જૂના સચિવાલયના બ્લોક નંબર-16ની કચેરીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બીજા માળ પર આવેલી કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પરિણામે આગની જ્વાળાઓ એટલી તેજ હતી કે તાત્કાલિક ધોરણે કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમને સંપર્ક કરી દેવાયો હતો. અત્યારે આગ વધુ ફેલાય એની પહેલા ફાયર બ્રિગેડની ટીમ જૂના સચિવાલય પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી છે.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નંબર-16માં લાગેલી આગને અત્યારે કાબૂમાં લેવામાં આવી છે. તેવામાં પ્રાથમિક માહિતી અનુસાર વિકાસ કમિશનરની બિલ્ડિંગમાં આગ લાગી છે. જોકે હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી. બીજા માળ પર આગ લાગવાની ઘટના બનતા સમયસર ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારપછી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
ADVERTISEMENT
#BreakingNews જૂના સચિવાલયના બ્લોક નંબર-16ની કચેરીમાં લાગેલી આગને કાબૂ રાખવા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આગની જ્વાળાઓ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ #fire #gandhinagar #blockno16 #firebrigade pic.twitter.com/aLfWbQf1pN
— Gujarat Tak (@GujaratTak) October 14, 2022
ADVERTISEMENT