સંગીત સમ્રાટ Ustad Rashid Khan કેન્સર સામેની જંગ હારી ગયાં, 55 વર્ષની ઉંમરે નિધન
Ustad Rashid Khan Passes Away : સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ સંગીતકાર રાશિદ ખાનનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે.…
ADVERTISEMENT

Ustad Rashid Khan Passes Away : સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ સંગીતકાર રાશિદ ખાનનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે. છેલ્લા લાંબા સમયથી તેઓ કેન્સરથી પીડિત હતા અને કોલકત્તાની એક હોસ્પિટલમાં દાખલ હતાં અને ઓક્સીજન સપોર્ટ પર હતાં. હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતમાં તેમનું ઘણું મોટું નામ હતું અને તેમણે સંગીતક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.
Music maestro Ustad Rashid Khan dies: Doctors
— Press Trust of India (@PTI_News) January 9, 2024
સંગીતકાર રાશિદ ખાનનું લાંબી બિમારી બાદ નિધન
23 ડિસેમ્બરના રોજ 55 વર્ષીય ઉસ્તાદ રાશિદ ખાન વિશે સમાચાર આવ્યા હતા કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ પ્રૉસ્ટેટ કેન્સરથી પીડિત છે. આ કારણે તેમની ટાટા મેમૉરિયલ કેન્સર હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને પછી તેઓ કોલકાતા આવ્યા હતા. પરંતુ આજે તેમને દુનિયાના અલવિદા કહી દીધુ છે. PTIએ રાશિદ ખાનના નિધનની ખબર ટ્વીટ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT