નવસારીમાં BJP આગેવાનનો ભાઈ ઘરમાં ચોરી કરવા ઘુસ્યોને પોલીસે રંગેહાથ પકડી લીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી: નવસારીના ખેરગામમાં ભાજપના આગેવાનનો ભાઈ ચોરી કરતા પોલીસા હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. જ્યારે તેની સાથે આવેલો અન્ય ચોર પોલીસને થાપ આપીને ભાગવામાં સફળ રહ્યો હતો. ખાસ વાત એ છે કે, ભાજપના આગેવાનનો આ ભાઈ રીઢો ગુનેગાર છે અને 7 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે.

ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો આરોપી
ઘટનાની વિગતો મુજબ, ખેરગામના બરડીપાડા ગામે ભાજપના આગેવાન અને નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતા પટેલનો ભાઈ સંદીપ પટેલ ચોરી કરવાના ઈરાદે પોતાના સાથી સાથે એક ઘરમાં ઘૂસ્યો હતો. જોકે નવસારી પોલીસે સંદીપ પટેલને રંગે હાથ ઝડપી લીધો હતો. જ્યારે તેનો સાથે પોલીસની પકડમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: ‘ગોળી મારશો તો પણ દીકરાને જમીનનો ટુકડો નહીં આપું’, 80 વર્ષના વૃદ્ધે કરોડોની સંપત્તિ સરકારને આપી દીધી

ADVERTISEMENT

અગાઉ કબૂતરબાજીમાં કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી
ખાસ વાત છે કે, આરોપી ચોર સંદિપ નારણદાસ પટેલ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે. 2015માં વલસાડમાં કબુતરબાજીમાં ઝડપાયેલો સંદિપ પાકા કામના કેદી તરીકે છૂટયો હતો. કબૂતરબાજીમાં કોર્ટે તેને 21 લાખનો દંડ અને 7 વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત સંદીપ પટેલ સામે વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 14 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે. જોકે વર્ષોથી ભાજપના આગેવાન અમિતા પટેલનો તેમના ભાઈ સંદીપ પટેલ સાથે કોઈ વહેવાર નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT