ચૂંટણી જીતવા ભાજપ હવે જૂના જોગીઓના શરણે!, વિજય રૂપાણીને લઈને હાઈ કમાન્ડનો માસ્ટર પ્લાન

ADVERTISEMENT

vijay rupani
સૌરાષ્ટ્રમાં સરપ્રાઈઝ!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારીઓ વ્યસ્ત

point

દિલ્હી ખાતે PM મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

point

વિજય રૂપાણી પણ લડી શકે છે લોકસભાની ચૂંટણી

Lok Sabha Election:  લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન લોકસભાની ચૂંટણી 2024ના ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 11 વાગ્યે કેન્દ્રીય કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સવારે 3.30 વાગ્યાની આસપાસ કાર્યાલય ખાતેથી નીકળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે,  આ બેઠકમાં લોકસભાના ઉમેદવારોની પહેલી યાદીને લઈને મંથન થયું હતું. સૂત્રોનું કહેવું છે કે ભાજપે તેના 100 ઉમેદવાર નક્કી કરી લીધા છે. એક-બે દિવસમાં પહેલી યાદી પણ આવી શકે છે. પહેલી યાદીમાં 100 ઉમેદવારોના નામ હશે. આ વચ્ચે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

વિજય રૂપાણીને લઈને ચાલી રહી છે ચર્ચા

સૂત્રોના જણાવ્યા અનુસાર,  રાજકોટ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી નવો અખતરો કરી શકે છે. ભાજપ આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા વિજય રૂપાણીને રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, પાર્ટીએ હજુ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

વધુ વાંચો...Lok Sabha: BJPના 100 ઉમેદવારોની પહેલી લિસ્ટ ફાઈનલ! PM મોદી વારાણસી, અમિત શાહ આ સીટથી ચૂંટણી લડશે

ચૂંટણીની જાહેરાત પહેલા જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ

ભાજપ તરફથી પ્રથમ યાદી ટૂંક સમયમાં આવી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECI દ્વારા તારીખોની જાહેરાત થાય તે પહેલા જ પાર્ટી અડધા ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. ગુરુવારે યોજાયેલી લાંબી બેઠક બાદ ભાજપ એક-બે દિવસમાં પોતાના પ્રથમ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

ADVERTISEMENT

વધુ વાંચો....Rajkot: બેકાબૂ કાર પૂરપાટ ઝડપે દુકાનના ઓટલે બેઠેલા લોકો પર ફરી વળી, CCTVમાં કેદ LIVE અકસ્માત

આ ઉમેદવારોના નામ ફાઈનલ!

સૂત્રોનું કહેવું છે કે એક-બે દિવસમાં પ્રથમ યાદી આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાદીમાં પીએમ મોદી (વારાણસી), ગૃહમંત્રી અમિત શાહ (ગાંધીનગર), રાજનાથ સિંહ (લખનઉ) સહિતના હાઈપ્રોફાઈલ ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે અને 'નબળી' બેઠકો કે જ્યાં ભાજપ 2019માં હારી ગયું હતું અથવા ઓછા અંતરથી જીત થઈ હતી તેના પર ફોક્સ કરવામાં આવ્યું છે

    follow whatsapp

    ADVERTISEMENT