બિહારમાં ગુજરાત જેવો લઠ્ઠાકાંડ, ઝેરી દારૂ પીવાથી 39નાં મોત, નીતિશ કુમારે કહ્યું- ‘દારૂ પીનારા તો મરશે જ’

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહાર: દારુબંધી ધરાવતા બિહારમાં ગુજરાતના બોટાદ જેવી લઠ્ઠાકાંડની ઘટના બની છે. જેમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. આ મુદ્દાને લઈને ભાજપે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઘેર્યા છે.આ વચ્ચે નીતિશ કુમારે વિધાનસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, જે નકલી દારૂ પીશે તે મરશે જ, લોકોએ પોતે સાવચેત રહેવું પડશે.’ નીતિશે કહ્યું કે, કેટલાક લોકોનું શું કરી શકીએ. અમુક લોકો ભૂલો કરે જ છે. જે દારૂ પીશે તે તો મરશે જ.

નીતિશ કુમારનું લઠ્ઠાકાંડ પર અસંવેદનશીલ નિવેદન
નીતિશ કુમારે કહ્યું કે, જ્યારે બિહારમાં દારૂબંધી નહોતી, ત્યારે પણ લોકો નકલી દારૂ પીને મરી જતા હતા. અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટનાઓ થાય છે. લોકોએ સાવચેત રહેવું જોઈએ. બિહારમાં દારૂબંધી છે, એટલે કંઈને કંઈ નકલી તો વેચાશે જ, તેને પીને જ લોકોના મોત થયા છે. દારૂનું સેવન ખરાબ આદત છે, તેને ન પીવો જોઈએ.

લોકોને દારૂનો વ્યવસાય ન કરવા અપીલ કરી

ADVERTISEMENT

બિહારના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, મેં અધિકારીઓને કહ્યું કે, ગરીબોને ન પકડશો, જે લોકો આનો વ્યવસાય કરે છે તેમને પકડે. દારુબંધીના કાયદાથી ઘણા લોકોને ફાયદો થયો છે, ઘણા લોકોએ દારૂ છોડી દીધો. નીતિશ કુમારે અપીલ કરી છે કે, કોઈપણ દારૂ સાથે જોડાયેલો વ્યવસાય ન કરે, અન્ય કોઈ વ્યવસાય કરે. જરૂરત પડશે તો સરકાર બિઝનેસ માટે 1 લાખ રૂપિયા આપવા માટે પણ તૈયાર છે.

હજુ પણ ઘણા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
નોંધનીય છે કે, બિહારના છપરામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 39 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોના પરિજનો મુજબ આ મોત દારૂ પીવાથી થયા છે. હજુ પણ ઘણા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ એડમિટ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT