Aravalli: '1થી 10 તારીખ સુધીમાં પૈસા આપી દેવાના, 11મીએ નહીં લઉં', વાહનચાલકો પાસેથી હપ્તા ઉઘરાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ

ADVERTISEMENT

હપ્તાખોરીનો પર્દાફાશ
Aravalli Viral Video News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અરવલ્લી પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ

point

હપ્તા ઉઘરાવતો પોલીસકર્મી કેમેરામાં કેદ

point

'10 તારીખ સુધી પૈસા આપી દેવાના, 11મીએ નહીં લઉં'

Aravalli Viral Video News: ગુજરાત પોલીસ ધીરે-ધીરે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. એક પછી એક પોલીસના વિવાદો સામે આવી રહ્યા છે. સૌથી પહેલા જૂનાગઢ તોડકાંડ, પછી વિરમગામ રૂરલના PSI સામે ગંભીર આક્ષેપ બાદ રાજકોટના યુવકનો આપઘાત, ત્યારબાદ ખેડા જિલ્લામાં દારૂની મહેફિલમાં 3 પોલીસકર્મીઓની મારામારી અને હવે અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરી સામે આવી છે.

હપ્તાની રકમ માટે દાદાગીરી કરતા પોલીસકર્મીનો વીડિયો

અરવલ્લી જિલ્લા પોલીસની આબરુનું ચીરહરણ કરતો પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહન ચાલક પાસેથી હપ્તાની રકમ માટે લુખ્ખી દાદાગીરી કરતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પોલીસકર્મીને વાહનચાલક પાસેથી કથિત રીતે હપ્તાની રકમ માટે દાદાગીરી કરતા જોઈ શકાય છે. 

'1થી 10 તારીખમાં પૈસા આપી દેવાના'

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી વાહનચાલકને 1થી 10 તારીખમાં પૈસા આપી દેવા માટે કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મહિનો યાદ રાખવાનો નવમો મહિનો પતી ગયો તો દસમા મહિનામાં આપી દેવાના.વીડિયોમાં પોલીસકર્મી કહી રહ્યા છે કે દર મહિનાની 1થી 10 તારીખમાં પૈસા આપી દેવાના, જો 11મી તારીખ થશે તો હું પૈસા નહીં લઉં. 

ADVERTISEMENT

વધુ વાંચો....'હું 10 લાખ રૂપિયા ક્યાંથી લાવું, આવી રીતે કોઈને હેરાન ન કરાય', વિરમગામના PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી યુવકનો આપઘાત
વધુ વાંચો....Kheda: દારૂ પાર્ટીમાં પોલીસકર્મીઓની મારામારી, લાત-મુક્કાથી એકબીજા પર હુમલો કર્યો

શું તપાસ બાદ પોલીસકર્મી સામે કરાશે કાર્યવાહી?

વીડિયોમાં જોવા મળી રહેલા પોલીસકર્મી ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા નરેશ પટેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ વાયરલ વીડિયોની Gujarat Tak પુષ્ટિ કરતું નથી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રોકડી કરવા હંમેશા તત્પર રહેતા પોલીસકર્મી સામે જિલ્લા પોલીસ વડા પગલાં ભરશે કે કેમ તે મોટો સવાલ છે. 

(ઈનપુટઃ હિતેશ સુતરીયા, અરવલ્લી)

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT