અનુમતિ વિના આનંદ મેળાનું આયોજન કરતા થઈ જોવાજેવી, જાણો માલિક સામે શું પગલાં લેવાયા..
સાબરકાંઠાઃ વડાલીમાં આનંદ મેળા મામલે ગુનો નોંધાતા જોવાજેવી થઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે મનોરંજન માટે આનંદ મેળાનું આયોજન કરાતું હોય છે. પરંતુ પ્રાપ્ત થતી…
ADVERTISEMENT
સાબરકાંઠાઃ વડાલીમાં આનંદ મેળા મામલે ગુનો નોંધાતા જોવાજેવી થઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે મનોરંજન માટે આનંદ મેળાનું આયોજન કરાતું હોય છે. પરંતુ પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની અનુમતિ મેળવ્યા વિના આનંદ મેળો શરૂ કરી દેવાયો હતો. જેના કારણે પોલીસે અત્યારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ચલો આ સમગ્ર ઘટનાક્રમ પર વિગતવાર નજર કરીએ…
અનુમતિ વિના શરૂ કરાયો આનંદમેળો
વડાલીમાં આનંદ મેળાનું આયોજન કરાયું હતું. પરંતુ મોટી વાત એ રહી કે કોઈની પણ અનુમતિ વિના આ પ્રમાણે શરૂ કરાતા જોવાજેવી થઈ છે. જાહેરનામા ભંગ બદલ પોલીસે આકરા પગલાં ભર્યા છે. તેમણે આ આનંદ મેળાના માલિક રાજુ પાનચંદ સામે કાર્યવાહી કરવા પણ ટકોર કરી છે.
નગરપાલિકાની અનુમતિ નહોતી..
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે નગર પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની અનુમતિ આપવામાં આવી નહોતી. જેને લઈને પોલીસે ગુનો નોંધી આગળ તપાસ શરૂ કરી દીધી છે. હવે આનંદ મેળાના માલિક સામે કડક પગલાં પણ ભરાઈ શકે છે. જાહેરનામાના ભંગ બદલ ગુનો તો દાખલ કરાઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
With Input: હસમુખ પટેલ
ADVERTISEMENT